Gujarati

કલગામ ગામના દરિયા કિનારે ડી-કમ્પોઝ હાલતમાં બાળકીની લાશ મળી, ઓળખ માટે પોલીસની અપીલ :લાઈટ પિંક ટી-શર્ટ પહેરેલી બાળકી, અકસ્માતે દરિયામાં ડૂબી જવાની આશંકા

ઉમરગામ તાલુકાના મોજે કલગામ, છાબડી ફળિયા દરિયા કિનારે ગત તા. 8-7-2026 ના રોજ સવારે 8:00 થી 8:30 વાગ્યા દરમિયાન ડી-કમ્પોઝ અને કોહવાઈ ગયેલ હાલતમાં એક અજાણી બાળકીની લાશ ભરતીના પાણી સાથે કિનારે આવેલી હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાના કલગામ ગામના છાબડી ફળિયા વિસ્તારમાં દરિયા કિનારે ભરતીના પાણી સાથે તણાઈ આવેલી બાળકીની લાશ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા મૃતક અજાણી છોકરી/બાળકીની ઉંમર આશરે 8 થી 10 વર્ષની હોવાનું જણાય છે. મૃતક બાળકીએ શરીરે લાઈટ પિંક કલરનું ટી-શર્ટ પહેરેલું છે, જેના ઉપર બ્લુ કલરની ડિઝાઇન હતી.
લાશ દરિયાના પાણીમાંથી તણાઈને આવેલી હોવાનું અને કોઈ અગમ્ય કારણોસર તથા અકસ્માત રીતે દરિયાના પાણીમાં ડૂબી જવાથી મરણ થયેલ હોવાની પ્રાથમિક શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
ઘટનાની જાણ થતાની સાથે જ નારગોલ મરીન ઉમરગામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પંચનામુ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે.
હાલ મૃતક બાળકીના નામ-સરનામા કે વાલીવારસ જાણી શકાયા નથી. જેના પગલે પોલીસે આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે. બાળકી વિશે કોઈ માહિતી હોય જણાય તો તાત્કાલિક મરીન ઉમરગામ પોલીસ સ્ટેશનને સંપર્ક નંબર: 6359626140 ઉપર સંપર્ક સાધવા અપીલ કરી છે.
પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને મળેલ મૃતદેહ અંગેની જાણ દમણ સહિત આજુબાજુ ના પોલીસ મથકે કરી છે.

About the author

krishnanewsnetwork

Leave a Comment