મનોર પોલીસ સ્ટેશનની હદમાં રહેતા જનાબ અકીલ મોહંમદ શરીફ સૈયદ ઉર્ફે મામુ જેઓ એમ્બ્યુલન્સ અને સબ વાહિની માં ડ્રાયવર તારી કે ની સેવા આપી રહ્યા છે.જેમના દ્વારા છેલ્લા ૨૦ વર્ષ થી મુંબઈ-અમદાવાદ હાઈવે પર અકસ્માતનો ભોગ બનેલા મુસાફરને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવા સહિતની અવિરત સેવા પૂરી પડતા આવ્યા છે. બિન્વારશી શબને વહન કરી કરિયાક્રમ કરવા પોલીસ ની મદદ રૂપ કાર્યકરી સેવા કરતા આવ્યા છે “જીવનરક્ષક એમ્બ્યુલન્સ” ને કાળજી રાખી પોતાની સેવા નિસ્વાર્થ ભાવે કરે છે.
પાલઘર પોલીસ અધિક્ષક શ્રી બાલા સાહેબ પાટીલ દ્વારા તા.૧૫/૦૭/૨૪ ના રોજ તેમને સન્માનિત કરી તેમની સેવા ના કાર્યને બિરદાવી હતી. તેમને પ્રમાણપત્ર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
મનોર પોલીસ ઇન્સ્પેકટર સતિષ શિવરકર દ્વારા તેને શુભેચ્છા આપી હતી.


