સાન્દ્રા શ્રોફ કોલેજ ઓફ નર્સિંગ, વાપી, કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ વિભાગ દ્વારા 03 દિવસનો (08/07/2024 to 10/07/2024) શાળા આરોગ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આરબીએસકે ટીમ, પીએચસી છીરીના સહયોગથી ટી. ડી રસીકરણ અભિયાનનું આયોજન કરવા આવ્યું હતું.
એસ.એસ.સી.એન.ના પ્રિન્સિપાલ પ્રો.શ્રી સેમ્યુઅલ ફર્નાન્ડિસ, વાઈસ પ્રિન્સિપાલ/ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ ડિપાર્ટમેન્ટના એચઓડી ડો.અનિતા નવાલે, એસ.એસ.સી.એન.ના ફેકલ્ટી શ્રીમતી સુપર્ણા ચક્રબોર્તી અને શ્રીમતી હેતલ પટેલે ત્રીજા વર્ષના B.Sc. બી. એસ. સી. નર્સિંગના ૫૬ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમનું આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું.
પ્રાથમિક શાળાના 775 બાળકો અને 33 ટીચિંગ અને નોન ટીચિંગ ફેકલ્ટી માટે હેલ્થ ચેકઅપ આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય તપાસમાં સામાન્ય ચકાશણી, કિશોરવયની છોકરીઓના હિમોગ્લોબિનના ચકાશણીનો સમાવેશ થાય છે. રક્તચાપ, મધુપ્રમેહ અને પાંડુરોગ માટે બ્લડ પ્રેશર મોનિટરિંગ, હિમોગ્લોબિનની ચકાશણી અને બ્લડ ગ્લુકોઝ સ્ક્રિનિંગ તમામ ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ માટે આયોજન કરવામાં આવ્યું હતું. . વ્યક્તિગત સ્વચ્છતા અને પર્યાવરણીય સ્વચ્છતા પર આરોગ્ય શિક્ષણ અને માસિક સ્રાવના હાઇજિન અને કિશોરીની સંભાળ પર વિડિઓ સહાયક શિક્ષણ આપવામાં આવ્યું હતું.
શ્રીમતી દિનલબેન ધીમર, પ્રિન્સિપાલ, સરકારી પ્રાથમિક શાળા, દેસાઈવાડ, છીરી અને ડો.રિંકલ પટેલ તથા આરબીએસકે ટીમના એમ.ઓ. ડો. ભીખુ ભોલાણી, પી.એચ.સી., છીરીએ શાળા આરોગ્ય કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજન કરવા માટે અમને સહકાર આપ્યો હતો.

