સુરત જિલ્લા ફેમિલી ફિઝિશિયન એસોસિએશનની વાર્ષિક કોન્ફરન્સ(FPCON-24)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન પ્રમુખ ડૉ.સુરેન્દ્ર પ્રજાપતિ સ્વાગત સમિતિના અધ્યક્ષ ડૉ. રમેશ જૈન, સંગઠન સચિવ ડૉ. વિનોદરાય પટેલ, ડૉ. મનસુખ ગતિવાલા અને ખજાનચી ડો. પ્રણય રાણા, સાયન્ટિફિક કોમ. અધ્યક્ષ. ડો. હરેશ ભાવસારે દ્વારા તા.30 ડિસેમ્બર 2023 ના રોજ ગેલેક્સી રેસ્ટોરન્ટ ખાતે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ સાથે FPCON-24 સમિતિ ધ્વારા મેડીક્વિઝ નુ આયોજન કરવમા આવેલ હતું.જેમાં ડોક્ટર્સ દ્વારા એકમેક ના અનુભવ સાથે પોતાનું નોલેજ વિષે ચર્ચા અને હરીફાઈ કરવાં આવી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવામા મેડીક્વિઝ ડૉ.યતીશ લાપસીવાલા, ડૉ.ચંદ્રેશ જરદોશ, ડૉ. જયેશ તમકુવાલા, ડો. દિપક તોરાવાલા, ડો. મધુસુદન ઉમરજી અને સમગ્ર FPCON-24 ની સમિતિ એ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.કાર્યક્રમ માં રેફરી તરીકે વરિષ્ઠ ડો.ઇન્દ્રવદન શાહ અને ડો. શૈલેષ ગાંધી એ હાજરી આપી સંપૂર્ણ માર્ગદર્શન પુરુ પાડવા માં આવેલ હતું. હરીફાઈ માં પ્રથમ ડૉ. મુકેશ પરાસર, ડો.હરિત ત્રિવેદી બીજા ક્રમે ડૉ. આર.પી. સિંહ,ડૉ.નીતા બંસલ અને ત્રીજા ક્રમે ડો.ભૂમિલ દેસાઈ, ડૉ.વિમલ ટીમ વિજેતા થઈ હતી.

