



गुरु गोविंद दोऊ खड़े, काके लागू पाय । बलिहारी गुरु आपनो, जिन गोविंद दियो बताय ।।
શિક્ષકનું દરેક ના જીવનમાં ખુબ મોટુ યોગદાન હોય છે.
શિક્ષકદિને ગુરુજીને પ્રોત્સાહન આપવાના ભાગ રુપે રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા ગુરુ વંદના Teachers Awardનુ આયોજન ઉત્રાણ ગજેરા ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવેલ જેમા ૪૦ જેટલા શિક્ષકોને તેમના ઉમદા કાર્ય બદલ એવોર્ડ આપી સન્માનીત કરાયેલ.આ કાર્યક્રમમા સ્પીકર તરીકેશ્રી કાનજીભાઈ ભાલાળા મુખ્ય મહેમાન તરીકે શ્રી ચુનીભાઈ ગજેરા મહેમાન તરીકે રો.નીલેશ શાહ(ડિસ્ટ્રીક્ટ લીટરસી ચેર) , રો.અલ્પાબેન કોટડીયા(ડિસ્ટ્રીક્ટ લીટરસી કો-ચેર) હાજર રહ્યા હતા. આ પ્રોજેક્ટ નું આયોજન ક્લબ પ્રેસીડેન્ટ-રો.વિજય માંગુકીયા સેક્રેટરી-રો.કલ્પેશ બલર નાં માગૅદશૅન હેઠળ પ્રોજેક્ટ ચેર-રો રમેશ સાવલીયા કો-ચેર-ભરત કર્મા તથા મંથ લીડર-રો દિનેશ વઘાસીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

