કાપોદ્રા પો.સ્ટે.ના ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુન્હાના આરોપીને બાતમી આધારે ગણતરીના કલાકોમાં પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલતી વરાછા પોલીસ ટીમ સુરત શહેર મે.પોલીસ કમિશનર સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન-૧, તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી બી ડીવીઝન સુરત શહેરનાઓએ મિલક્ત સંબધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારૂ સુચના આપેલ હોય.જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એન ગાબાણી સાહેબ તથા સર્વેલન્સ પો.સ.ઇ. એ.જી.પરમાર નાઓએ આપેલ માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવી ગુના શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના અ.હે.કો.ગીરીશભાઇ નારસંગભાઇ બ.નં.૨૨૯ તથા અ.હે.કો. ધર્મેન્દ્રસિંહ નારસંગભાઇ બ.ન.૨૫૭ નાઓને આધારભુત બાતમી આધારે ” ચાર-પાંચ દિવસ પહેલા બે ઇસમોએ કાપોદ્રા પો.સ્ટે. વિસ્તારમાં આવેલ ગણેશ કોલોની ખાતેથી ઓફીસનું તાળુ તોડી લેપટોપ તથા રોકડ રૂપીયાની ચોરી કરેલ છે તે પૈકીમાનો એક ઇસમ વિક્કી શામજીભાઇ ઉગરેજીયા નાઓ હાલ વરાછા ઝાડાબાવાના ટેકરા પાસે ઉભેલ છે જેણે શરીરે ગ્રે કલરનુ શર્ટ તથા લીલા કલરનું પેન્ટ પહેરેલ છે. જે હકિકત આધારે તપાસ કરતા બાતમીવર્ણન વાળો ઇસમ મળી આવતા કડકાઇથી પુછપરછ કરતા જણાવેલ કે ગઈ તા.૦૪/૦૮/૨૦૨૩ ના રોજ રાત્રીના દોઢેક વાગ્યે તેનો મિત્ર અરવિંદ ઉર્ફે રાજુ હિમતભાઇ મકવાણા રહે.ધામેલગામ શાકમાર્કેટ પાછળ, તા.લાઠી, જી.અમરેલી નાઓ સાથે વરાછા રોડ પર આવેલ ગણેશ કોલોનીમા ક્વિક કટ સેલ્સ નામની ઓફીસનુ તાળુ તોડી તેમાથી બે એચ.પી. કંપનીના લેપટોપ તથા રોકડ રૂપીયા આશરે ૨૨,૦૦૦/- ની ચોરી કરેલ અને ચોરી કરેલ મુદ્દામાલ તેના મિત્ર અરવિંદ ઉર્ફે રાજુ મકવાણા નાઓ પાસે હોવાનુ જણાવતા સદરી હકિકત બાબતે ખરાઇ કરતા કાપોદ્રા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૧૦૦૨૨૨૩૧૪૩૯/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૮૦,૪૫૭,૧૧૪ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હોઇ સદર ઇસમને પો.સ્ટે. લઇ સીઆરપીસી કલમ ૪૧(૧) આઇ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

