મે. પોલીસ અધિક્ષક શ્રી ર્ડો કરનરાજ વાધેલા તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.કે.વર્માનાઓના માર્ગદર્શન હેઠળ તેમજ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરશ્રી એસ.એસ.પવાર નાઓની સુચનાથી વલસાડ રૂરલ પો.સ્ટે.ના હેડ કોન્સ.ક્રિપાલસિંહ રામદેવસિંહ ચુડાસમા બ.નં-૭૩૬ તથા આ.પો.કો.મયુરસિંહ કનકસિંહ રાઠોડ બ.નં-૦૮ નાઓ વલસાડ રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત સંબંધી તેમજ પ્રોહી ગુન્હા અંગે તા-૦૪/૦૮/૨૦૨૩ ના રોજ નીકળેલ તે દરમ્યાન સાથેના આ.પો.કો. મયુરસિંહ કનકસિંહ રાઠોડ નાઓને મળેલ ખાનગી બાતમી આધારે પંચોના માણસોને સાથે રાખી મોજે ગુંદલાવ,ચાર રસ્ત ખાતે નાકાબંધી કરતા બાતમી હકિકત વાળો કાર આવેલ તેને ઉભો રાખવા ઇશારો કરતાં કાર ચાલક ઉભો ન રહેતા તેનો પીછો કરતાં મોજે- નંદાવલા,હરે કિષ્ણા હોટલ પાસે,સુરત થી વાપી જતા રોડ ને.હા.નં -૪૮,ની બાજુમાં સર્વિસ રોડ ઉપર પોતાની કારને પ્લટી ખવડાવી બાજુમાં આવેલ સર્વિસ રોડની પાસે પોતાની જાતની પરવા કર્યા વગર પકડી ખવડાવી અને કારમાંથી ઉતરી નાશી જતા પોલીસે પકડી લેતાં પકડાયેલ આરોપી- જીતેશભાઇ બાબુભાઇ પટેલ ઉ.વ.૩૭ રહે.આમધરા,ઢેકા ફળીયું,તા-ચીખલી,જી-નવસારીના કબ્જામાંથી એક કાળા કલરની વરના કાર નંબર – GJ-15-CB-9319 જેનીકિ.રૂા. ૫,૦૦,૦૦૦/-નીમાં ભારતીય બનાવટની ટીન બીયર તથા વ્હીસ્કીની બાટલી કુલે નંગ-૩૩૬ (૭૫.૮૪૦મી.લીટર) કિ.રૂા- ૨૬,૪૦૦/-તથા મોબાઇલ નંગ-૦૨ કિ.રૂા-૬૦૦૦/-મળી કુલ્લે મૃદામાલ કિ.રૂા- ૫,૩૨,૪૦૦/- સાથે પકડાયેલ અને કબ્જે કરેલ દારૂનો જથ્થો પકડાયેલ સેલવાસ ખાતે આવેલ સનસાઇન વાઇનશોપ જે ઇસમ જેના પુરા નામ સરનામાની ખબર નથી નાઓએ ભરાવી આપેલ અને આ ઇગ્લીસશ દારૂનો જથ્થો – રોશનભાઇ કિકુભાઇ પટેલ રહે.હોન્ડ ગામ,ચોકી ફળીયા,તા-ચીખલી,જી-નવસારીનાઓને આપવા જવાના હોવાની હકિકત જણાવેલ હોય, પકડાયેલ આરોપી તેમજ વોન્ટેડ આરોપીઓની વિરૂધ્ધમાં વલસાડ રૂરલ પો.સ્ટે.માં ગુન્હો રજીસ્ટર્ડ કરી આગળની તપાસ પોલીસ ઈન્સ્પેકટરશ્રી એસ.એસ.પવાર નાઓ કરી રહેલ છે.

