Gujarati

ધરમપુર તા.પં. સભ્ય કલ્પેશ પટેલે અમરેલી જિલ્લામાં વિઠ્ઠલપૂર ગામની એક પાટીદાર દીકરીને લેટરકાંડ ની તપાસ સમીતી બનાવી કાયદા નું ભંગ કરનાર સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી 

તા. 03/01/2025 ના દિને ધરમપુર ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી સરકાર ને પ્રાંત અધિકારીશ્રી ધરમપુર મારફતે રજુઆત કરવામાં આવી અમરેલી જિલ્લામાં વિઠ્ઠલપૂર ગામની એક પાટીદાર દીકરીને લેટરકાંડ થયેલ તેમાં લેટર ટાઈપ કરનાર યુવતીની લેટર ટાઈપ કરવા બદલ યુવતીને આરોપી બનાવીને રાત્રે ૧૨ કલાકે ધરપકડ કરીને બીજા દિવસે જાહેરમાં સરઘસ કાઢવામાં આવેલ.જેના કારણે યુવતીની વ્યક્તિગત છબીને નુકશાનની સાથે માનવ અધિકારોના ઉલ્લંઘન અને કાયદાની પ્રક્રિયાની ગંભીર અવગણના છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ મહિલાની રાત્રિ દરમ્યાન ધરપકડ ના કરવી તેમજ કોઈપણ મહિલાનો ફોટો પણ નાગરીકો સામે ન આવે તેની તકેદારી રાખવાની જોગવાઈ છે.આમ, અમરેલી પોલીસ દ્વારા પ્રસ્તુત કિસ્સામાં યુવતી સામે જાહેરમાં કરવામાં આવેલ કાર્યવાહીથી યુવતીના વ્યક્તિગત જીવનને અસર કરનારી અને નામદાર સુપ્રિમ કોર્ટના નિર્દેશો અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સુચનાઓ અને નિયમોની અવગણના કરે છે. મહિલા આરોપીની સૂર્યાસ્ત બાદ ધરપકડ કરવા બાબતે મેજિસ્ટ્રેટની મંજૂરી અનિવાર્ય હોય છે જે પ્રક્રિયાને પણ અનુસરવામાં આવી હોય તેમ લાગતું નથી. બીજી બાજુ આ કેસમાં અન્ય ફરાર આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે તે આરોપીઓને પોલીસ દ્વારા પકડવામાં આવતા નથી.આથી, મહિલાની રાત્રિના સમયે ધરપકડ કરીને બીજા દિવસે જાહેરમાં સરઘસ કાઢીને નિયમો અને આદેશોનો ભંગ થયેલ હોય તેમાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી અને ફરી આવી ઘટના ન બને તે માટે મારી નીચે મુજબ ની માગ છે. ૧) સમગ્ર ઘટનાની સ્વતંત્ર સમિતિની રચના કરી તપાસ કરવામાં આવે અને તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવે.(૨) સમગ્ર ઘટનામાં જે પણ અધિકારી પદાધિકારી દ્વારા કાયદાનું ઉલંઘન કરવામાં આવેલ છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. (૩) રાત્રી સમયે મહિલાની ધરપકડ માટેની દિશા નિર્દેશનો કડકપણે અમલ કરવામાં આવે.

About the author

krishnanewsnetwork

Leave a Comment