Gujarati

જેસીઆઇ વલસાડ દ્વારા સાડી રનનું આયોજન

જેસીઆઈ વલસાડ આવતા રવિવારે  એટલે કે તા. ૧૦ સપ્ટેમ્બર નાં રોજ ‘સાડી રન’ નું આયોજન કરવા જઈ રહેલ છે. આયોજનનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિનું જતનની સાથે એક ભારતીય સ્ત્રી ભારતીય પહેરવેશમાં પણ દુનિયાનું કોઈપણ અસંભવ કાર્ય કરી શકે છે. જરૂરી નથી કે સ્ત્રીએ પોતાના વસ્ત્રો બદલીને પોતાની ક્ષમતા સાબિત કરવી પડે.
આ કાર્યને સફળ બનાવવા માટે જેસીઆઈ વલસાડ તમામ બહેનોને આ સાડી રનમાં ભાગ લેવા માટે આમત્રણ પાઠવે છે. આ સાડી રનમાં ભાગ લેવા માટે ફી રૂપિયા 100  રાખવામાં આવેલ છે. દરેકને મેડલ અને વિજેતાને ઇનામ આપવામાં આવશે ,આયોજનની સરળતા ખાતર  અગાઉથી નામ નોંધાવવું જરૂરી છે. આ સાડી રન રવિવારે સવારે 6 કલાકે સ્વામીનારાયણ મંદિર તીથલ ખાતેથી શરુ કરવામાં આવશે.            સ્વામિનારાયણ મંદિરથી તિથલ બીચ અને તિથલ બીચ થી સ્વામિનારાયણ મંદિર…*ફક્ત ૩ કિમી મેરેથોન* 
!!!!સાડી પહેરેલી સ્ત્રી પણ ધારે તે કરી શકે!!!!
*ભારતીય નારી કભી નાં હારી, અબ નહિ રહી વો અબલા બિચારી*
સાડી રનમાં ભાગ લેવો હોય તો  નીચેના નંબર પર સંપર્ક કરી શકે છે.
99250 99011

About the author

krishnanewsnetwork

Leave a Comment