(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમદાવાદની ૨૦ વર્ષની મેડિકલ સ્ટૂડન્ટ લક્ષ્મી યાદવ “મિસ નેશન ૨૦૨૩” સ્પર્ધાના ફાઇનલમાં પહોંચી છે. અમદાવાદની યુવતી લક્ષ્મી યાદવ મિસ નેશન ૨૦૨૩ ના ફાઇનલ માં પહોંચેલી મેડિકલ સ્ટૂડેન્ટ છે. મિસ નેશન ૨૦૨૩ ઇવેન્ટ તારીખ ૨ થી ૫ ઓગસ્ટ, મહારાષ્ટ્ર ના નાગપુર ખાતે યોજાવાની છે જેમાં દેશ ભરથી ફાઇનલિસ્ટ લેવામાં આવ્યા છે. પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ ઘણાં સંઘર્ષ પછી, લક્ષ્મી હાલમાં અમદાવાદની એલ. જે. કોલેજમાં ફીઝીયોથેરાપીના ફાઇનલ વર્ષમાં છે. નીપા સિંહ દ્વારા માર્ગદર્શન મેળવનારી આ યુવતી ખૂબ જ પરિશ્રમ અને સંઘર્ષ કરીને મિસ નેશન સ્પર્ધા ના ફાઇનલ સુધી પહોંચી છે. લક્ષ્મી એના પરિશ્રમ અને મહેનતનુ શ્રેય, એના મેન્ટર નીપા સિંહને વ્યક્ત કરે છે. લક્ષ્મી માને છે કે જે પણ સફળતા એને પ્રાપ્ત થઇ છે એ તેના માતાશ્રી ના આત્મબળ અને સંઘર્ષ નો પરિણામ છે. લક્ષ્મી ખૂબ જ સામાન્ય પરિવાર માંથી આવનારી યુવતી છે. એ મિસ નેશન માં આગળ જઇને એનું શ્રેષ્ઠ પરિણામ આપે અને તાજ પોતાનાં નામે કરે એવું ઇચ્છે છે.

