દક્ષિણ ગુજરાતમાં કેન્સરની સારવાર અને અન્ય તબીબી સુવિધાઓ માટે જાણીતી ટવેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પીટલના કેન્સર નિષ્ણાંત ડો.અક્ષય નાડકર્ણી પાછલા છ વર્ષથી ઈજિપ્તમાં ડો.ઓશામા સકીના સહયોગમાં સ્ત્રીરોગ ઈજિપ્ત ખાતે તબીબોને તાલીમ આપતા આવ્યા છે.એ રીતે ભારતમાં પણ એમનો લાભ લેવાતો રહ્યો છે.મેડીકલ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને સારવાર અંગે તબીબો હેમેશા એકબીજા પાસે વધુ માહિતી મેળવવાનો આગ્રહ રાખતા હોય છે,ત્યારે વાપીના તબીબને ઈજીપ્તમાં સૌથી યુવા સર્જન તરીકે ડો.અક્ષય નાડકર્ણીને આમંત્રણ કરવામાં આવ્યા હતા.ઈજીપ્તમાં ડો.અક્ષય નાડકર્ણી ઈજિપ્ત ખાતે તબીબોને હેન્ડસ ઓન ટ્રેઈનીંગ હેઠળ સ્ત્રીરોગ વિજ્ઞાન એન્ડોસ્કોપી, કેન્સરના કેસોની તાલીમ,ગાયનેક એન્ડોસ્કોપી વિશેઈજીપ્તના સ્ત્રીરોગ વિજ્ઞાની,સ્ત્રીરોગ નિષ્ણાતોને એન્ડોસ્કોપી કેન્સરના તાલીમ આપી તબીબો સાથે પ્રશ્નોતરી કરી હતી.આ સાથે કૈરો ખાતે ૫ દિવસમાં ૩૦ સર્જરી કરવામાં આવી હતી.ત્યાં ૧૮ ડેલીગેટ્સને ગાયનેકને તાલીમ આપી હતી.કેન્સર અવરનેશ માટે તેમને વિદેશમાં પોતાનું વ્યક્તવ્ય રજુ કર્યું હતું.નોધનીય છે કે ડો.અક્ષય નાડકર્ણીએ છેલ્લા૬ વર્ષમાં તેમને ભારતમાં આ રીતે ૮૫૦ થી વધુ અને વિદેશોમાં ૩૨૫ થી વધુ તબીબોને હેન્ડસ ઓન ટ્રેઈનીંગ આપી છે.ઈજિપ્ત ખાતે ડો.અક્ષય નાડકર્ણીને સૌથી યુવા સર્જન તરીકે આમંત્રિત કાર્ય હતા.ભારતીય તબીબો માટે આ ગર્વની વાત કહી સકાય.વાપી અને પારડીની ટવેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પીટલમાં પણ વિવિધ દેશોમાંથી તબીબો ટ્રેનીંગ માટે આવી રહ્યા છે.
થોડા દિવસો પેહલા વાપી વીઆઈએ ખાતે ડો.અક્ષય નાડકર્ણીદ્વારા કેન્સરના દર્દીઓ માટે કેમ્પ રાખવામાં આવ્યો હતો.જેમાં દક્ષિણ ગુજરાતના અનેક દર્દીઓએ ભાગ લીધો હતો.

