Gujarati

માજી જિલ્લા પંચાયત પ્રખુખ નો પુત્ર અમિત મણિલાલ પટેલ સહિત સરપંચ,તલાટી વિરુદ્ધ ગુનો નોંધાયો:તાલુકા વિકાસ અધિકારી સામે ભ્રષ્ટાચાર નો આરોપ મુકનાર અમિત ફરી સત્તાના નશા માં વડી કચેરી ની જાણ બહાર કારોભાર કર્યો…

Written by krishnanewsnetwork

વલસાડ જિલ્લા પંચાયત ના માજી પ્રમુખ મણિલાલ પટેલ અને હોમ ગ્રામ પંચાયત સોળસુંબા પંચાયત માં તેમના પુત્ર અમિત પટેલ, સરપંચ બળવંત સુરતી,તલાટી કમ મંત્રી સુધીર વિરુદ્ધ ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી અક્ષય રાજપૂત દ્વારા આઈ.પી.સી કલમ 406,409,465,467,468,471,114 મુજબ ગુનો નોંધાયો છે.

અમિત મણિલાલ પટેલ એ.સી.બી.ના ગુના માં જામીન પર રહ્યો છે.અમિત પટેલ નો સરકાર ને પડકાર આપતો રહયો છે અને તે પોતાના નિયમો બનાવી વહીવટી તંત્ર ને પડકાર આપતો રહ્યો છે.અમિત પટેલ પોતે સોળસુંબા માં બાપુ કી મિલકત સમજી લોકો ને પોતાની તાનશાહી કરતો એક સફેદ કોલર બદમાશી કરતો હોવાનું લોકો ચર્ચામાં કરતા હોય છે.

તાલુકા વિકાસ અધિકારી શ્રી અક્ષય રાજપૂતએ નોંધાવેલ ફરિયાદ માં જણાવ્યું છે કે સત્તાનો દુરૂપયોગ કરી ગ્રામ પંચાયત માં સામાન્ય સભામાં ઠરાવો કરી,સરકારી જગ્યા માં શોપિંગ કોમ્પલેક્ષ નિર્માણ કરી ગ્રામ પંચાયત સંચાલિત હંગામી માર્કેટ ની પતરા વાલી દુકાનો ઉભી કરી કોઈપણ વડી કચેરીએ થી મંજૂરી મેળવ્યા વિના જાહેર હરાજી થી ગેરકાયદેસર રીતે દુકાન ફાળવી દુકાન લેનાર માણસો ને ગ્રામ પંચાયત સોળસુંબા ની ખોટી પહોંચ બુકો બનાવી પહોંચ બુકોની તાલુકા પંચાયત કચેરી ઉમરગામની પંચાયત શાખામાં તેની નોંધણી કરાવ્યા વગર સોળસુંબા ગ્રામ પંચાયત ના સિક્કા મારી નાણાં લઈ ખોટી પહોંચ આપી ખરી તરીકે ઉપયોગ કરી સરકારી નાણાંની રકમ ગ્રામ પંચાયત સ્વભંડોળ માં જમા કરવાને બદલે અગલ ખાતું ખોલી સરકારી નીતિ નિયમોનો ભંગ અને વિશ્વાસઘાત કરી ગેરરીતિ આચાર્યા નો આરોપ થયો છે.

About the author

krishnanewsnetwork

Leave a Comment