Gujarati

રેડીયોલોજી એન્ડ ઇમેજિંગ એસોસિએશન સુરત અને સિવિલ હોસ્પિટલ સુરત ના સંયુક્ત ઉપક્રમે સોનોગ્રાફી વર્કશોપ નું આયોજન કરવામાં આવેલ

Written by krishnanewsnetwork

રેડીઓલોજી એન્ડ ઇમેજિંગ એસોસિએશન સુરત અને સિવિલ હોસ્પિટલ સુરત ના સંયુક્ત ઉપક્રમે સોનોગ્રાફી વર્કશોપ નું આયોજન રવિવાર ના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ આ અંગે વધુ માહિતી આપતા રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ એસોસિએશન સુરત ના પ્રમુખ શ્રી ડો. ઉદય સુરાના એ જણાવેલ કે મેડીકલ ક્ષેત્રે નવી નવી ટેકનોલોજી સતત આવતી રહેતી હોઈ છે તે અનુસંધાને સુરત ના તમામ રેડીયોલોજીસ્ટ માટે એક દિવસ ના સોનોગ્રાફી વર્કશોપ નું આયોજન કરેવામાં આવેલ જેમાં સિવિલ હોસ્પિટલ ના રેડીયોલોજી વિભાગ ના હેડ ડો. પૂર્વી દેસાઈ ના માર્ગર્શન હેઠળ ડો. ધારા શાહ અને ડો. નિમિત દેસાઈ દ્વારા મેડીકલ કોલેજ ના સુશ્રુત હોલ માં આયોજન કરવામાં આવેલ. આ અંગે વિસ્તૃત માહિતી આપતા ડો. પૂર્વી દેસાઈ એ જણાવેલ કે આજરોજ સોનોગ્રાફી વર્કશોપ ની સાથે સાથે લેકચર નું પણ આયોજન કરવામાં આવેલ, ખાસ કરીને ખભા ની તકલીફો કે દર્દો માં સોનોગ્રાફી દ્વારા વિવિધ રોગો નું નિદાન કઈ રીતે કરી શકાય તેમજ સાંધા ના દર્દો માં સોનોગ્રાફી ની ટેકનીક કઈ રીતે મદદ રૂપ થઇ શકે . આ સમગ્ર આયોજન નું સંકલન રેડીયોલોજી એન્ડ ઇમેજિંગ એસોસિએશન સુરત ના મંત્રી શ્રી ડો. પ્રગ્નેશ વાઘેલા દ્વારા કરવામાં આવેલ . આ વર્કશોપ માં અંદાજે ૧૦૦ કરતા વધારે રેડીયોલોજીસ્ટસ એ ભાગ લીધેલ અને ડો.જાગીન ગાંધી, ડો.હિતેશ લુખી, ડો. વિરાટ વાઘેલા, ડો.ચેતન પંચાલ,ડો મૌલિક પટેલ ,ડો.મહાવીર સ્વામી તેમજ ડો. નિમિત દેસાઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ. કાર્યકમ માં શહેર ના સીનીયર રેડીયોલોજીસ્ટ તેમજ સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ના જુનીયર રેડીયોલોજીસ્ટ ડોકટરો એ ભાગ લીધેલ. આ વર્કશોપ માં ઇન્ડિયન રેડીઓલોજી એન્ડ ઇમેજિંગ એસોસિએશન ગુજરાત ના પ્રમુખ ડો મોનાબેન શાસ્ત્રી, સુરતના પૂર્વ પ્રમુખ ડો.નવીન પટેલ, ઉપ પ્રમુખ ડો. જગદીશ વઘાસીયા તેમજ ખજાનચી ડો. કુમાર વકીલ સહીત ના ઓ એ હાજરી આપેલ

 

About the author

krishnanewsnetwork

Leave a Comment