શાળામાં પ્રથમ ક્રમાંકે ન્યુનિકા શર્મા 89.5%, બીજા નંબરે હેતવી આહીર 86% , ત્રીજા નંબરે પ્રિયાંશી ઠાકોર 85.33% PR, ચોથા નંબરે કૃતિ ચૌહાણ 85% તેમજ પાંચમા નંબરે યશ્વી ડોબરીયા 84.33% પ્રાપ્ત કર્યા હતા .શાળામાં સર્વ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીની દીકરીઓને તેમજ તેમને તૈયારી કરાવનાર અને માર્ગદર્શન આપનાર તમામ શિક્ષક ભાઈ બહેનોને શાળાના પ્રમુખશ્રી કિશોરભાઈ સાવજ શાળાના આચાર્યશ્રી અગોવીબેન ડુમસિયા, સંચાલક શ્રી અરવિંદભાઈ ભલાડા તેમજ સમસ્ત ટ્રસ્ટ મંડળે ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. તેમજ તેમના આવનારા શ્રેષ્ઠ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

