જીવન જયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીનીઓમાં એન.સી.સી. ઓરિએન્ટેસન (orientation) પ્રોગ્રામ તા. ૧૩-૦૭-૨૦૨૬ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામમાં અતિથિ વિશેષ તરીકે ડૉ. પુનિતા પટેલ (એસ.બી.ગાર્ડા, નવસારી કોલેજ) હાજર રહ્યા હતા. ડૉ. પુનિતા પટેલએ એન.સી.સી.ની વિદ્યાર્થીનીઓને એન.સી.સી.ના ઉદ્દેશ્યો, મૂલ્યો અને માળખાનો પરિચય આપ્યો હતો અને એન.સી.સી.માં જોડાવાની તકો, પ્રવૃત્તિઓ અને ફાયદાઓ વિશે જાગૃતિ લાવવામાં આવી હતી. ઓરીએન્ટેશન પ્રોગ્રામમાં પ્રથમ વર્ષનાં બી.બી.એ., બી.સી.એ., બી.કોમ.ની કુલ ૨૧૭ વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી. કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ એન.સી.સી. સી.ટી.ઓ. ડૉ. અનિલા પિલ્લાઈ તેમજ પ્રા. ડૉ.સુધાધારા સામલ, પ્રા. ટ્વિંકલ પંચાલ, પ્રા. ડૉ. હિમાની ગાંધી અને પ્રા.ડૉ.સુનિતા યાદવ તથા એન.સી.સી.એસજીટી શુભશ્રી દાશ, એન.સી.સી.સીપીએલ ખુશી ટીંબડિયા, કેડેટ ઈશા વામજા અને કેડેટ્ હેતલ ભાલિયા દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.

