ઉત્તરાખંડના હરિદ્વારથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. અહીં એક પિતાએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી. આ સાવકા પિતાએ તેની પુત્રી સાથે જાનવરો કરતા પણ ખરાબ વર્તન કરીને બળાત્કાર ગુજાર્યો. પીડિતાએ તેની માતાને આ વિશે જાણ કરી અને ત્યારબાદ પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો અને આરોપી નરાધમ પિતાની ધરપકડ કરી લીધી છે.
અહેવાલો અનુસાર, હરિદ્વારના કનખલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા તેના બીજા પતિ સાથે રહે છે. પહેલા પતિના અવસાનને કારણે તેના બીજા લગ્ન બાદ તેની દીકરી પણ તેમની સાથે રહેતી હતી. આ દરમિયાન સોમવારે જયારે દીકરી ઘરે એકલી હતી ત્યારે સાવકા પિતાએ ઘરે પહોંચી દીકરી પર બળાત્કાર ગુજાર્યો. આ પછી તે વ્યક્તિ ફરાર થઈ ગયો છે.
મળતી માહિતી મુજબ જ્યારે પીડિતાએ તેની માતા ઘરે આવી ત્યારે આખી વાત જણાવી તો આ ક્રૂર પિતા વિરુદ્ધ પોલીસ કેસ નોંધવામાં આવ્યો. પોલીસે આ મામલે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધી લીધો છે. પોલીસે આરોપીની શોધમાં તુરંત ટીમો લગાવી દીધી હતી, જે પછી થોડા સમય બાદ તે ઝડપાઈ ગયો હતો.
પોલીસે કહ્યું છે કે પીડિતાની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે અને તમામ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે જેથી કરીને વધુ કોઈ ભૂલ વિના આરોપીને કડક સજા અપાવી શકાય.

