Uncategorized

આંતરરાષ્ટ્રીય તટ સફાઈ દિવસ નિમિત્તે નારગોલ ઉમરગામ બીચ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું

Written by krishnanewsnetwork

આંતરરાષ્ટ્રીય તટ સફાઈ દિવસ નિમિત્તે નારગોલ અને ઉમરગામ બીચ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.આ અંગે મળતી માહિતી મુજબ ઉમરગામ અને નારગોલ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય તટ સફાઈ દિવસ નિમિત્તે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નારગોલ બીચ ખાતે વડી કચેરીની સૂચના મુજબ ગ્રામ પંચાયત નારગોલ દ્વારા સરપંચ સ્વીટી યતીન ભંડારીની આગેવાની હેઠળ આયોજિત સફાયા અભિયાનમાં ગ્રામ પંચાયત સ્ટાફ, પંચત સભ્યો, ગ્રામજનોએ ભાગ લીધો હતો. આ નિમિત્તે રિઝર્વ ફોરેસ્ટ સંજાણ રેન્જ ઓફિસર તેજસ પટેલ, ફોરેસ્ટર અશોકભાઈ પટેલ વન વિભાગની ટીમ, ઉમરગામ તાલુકા પંચાયત ગ્રામ વિકાસ એજન્સીની ટીમ, નારગોલ સ્થિત ઓશો સાધના પથ, ચિદવિલાસ ઓશો આશ્રમના સંચાલકો, ગામના સામાજિક આગેવાનો, યુવાનોએ નારગોલ બીચ ખાતે સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. ગ્રામ પંચાયત નારગોલ સરપંચ સ્વીટી ભંડારીએ સ્થાનિકોને તેમજ પ્રવાસીઓને ગામને સ્વચ્છ રાખવામાં કચરાપેટીનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

ઉમરગામ શહેર વિસ્તારના દરિયા કિનારે પણ પાલિકા તેમજ સ્થાનિક કચેરીઓના કર્મચારીઓ, સામાજિક સંસ્થાઓ તેમજ સ્થાનિક લોકોની હાજરી સાથે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.

About the author

krishnanewsnetwork

Leave a Comment