યુ.આઈ.એ. દ્વારા 28 સપ્ટેમ્બરના રોજ ઉમરગાંવ તાલુકાના દહાડ ગામમાં વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મીટીંગમાં યુઆઈએ ના પૂર્વ પ્રમુખ અશોક ગુપ્તા એ યુ.આઈ.એ. પ્રમુખ નરેશ બંથીયા પર ડમ્પીંગ સાઈટ ની ચર્ચા સાથે વ્યગતીગત આક્ષેપો કર્યા હતા.યુ. આઈ.એ પ્રમુખ નરેશ બંથીયા આવ્યા બાદ તેમની કામ કરવાની પદ્ધતી થી તેઓ ચર્ચા માં રહ્યા છે. તેમને રોડ નો મુદ્દો હોય કે ઉદ્યોગનો તેવો તુરત એકશન મોડ માં આવી જતા હોઈ છે.સભામાં પાણી,રસ્તા ની સમસ્યા, નોટિફાઈડ અધિકારી સાથે સંકલન કરવા અને ઔદ્યોગિક વિસ્તાર માં ચાલતા કામ ની વિગત યુ.આઈ.એ કચેરી માં માહિતી રાખવી હોવા ના પ્રશ્ન ચર્ચા કરવા માં આવ્યા હતા.સભા માં સભ્ય દ્વારા આગવ થી લેખીત રજૂઆત ન હોવાથી પ્રશ્ન નો જવાબ આપવવા માં સમસ્યા ઉભી થવા પામી હતી. સભામાં ઈશ્વરભાઈ બારી દ્વારા ટકોર કરવામાં આવી હતી કે યુ. આઈ. એ. ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ પગારદાર વ્યકતી નથી તેઓ પોતાનો સમય આપી સેવા કરતા હોય છે અને તેમને સહયોગ આપવો જરૂરી છે. સભામાં યુ. આઈ. એ. ની ટીમ અને ઉદ્યોગપતીઓ ની મોટી હાજરી રહી હતી.આભાર વિધિ ભગવાનભાઈએ કરી હતી.

