ગઈકાલે ત્રણ વર્ષની બાળકી સાથે જે અધમ કૃત્ય થયું એ કૃત્યને હું સખત શબ્દોમાં વખોડું છું. આવું અધમ કૃત્ય કરનાર નરાધમ ને સખત માં સખત સજા થાય એવી મારી પ્રશાસક ને નમ્ર અપીલ છે.આવું અધમ પાપ કરનાર નો કોઈ ધર્મ કે જાતિ નથી હોતી એવા લોકો શૈતાન કહેવાય અને શૈતાન ને સમાજમાં કોઈ સ્થાન હોતું નથી. આવા શૈતાન માટે ફાંસી ની સજા પણ ઓછી હોય છે.કોઈપણ સમાજ કે કોઈપણ ધર્મ કે કોઈપણ જાતિ ના આવા શૈતાન ને સખતમાં સખત સજા કરાવવી એ દરેક સમાજ ની પવિત્ર ફરજ બને છે.કોઈપણ સમાજની બહેન દીકરીઓ ની સુરક્ષા ની જવાબદારી દરેક નાગરિક ની પવિત્ર ફરજ છે.આવા શૈતાન ને ફાંસી આપવી જોઈએ એવી મારી મારા તમામ મુસ્લિમ સમાજ વતી માંગણી તથા લાગણી વ્યક્ત કરું છું.ભોગ બનનાર બાળકી તથા તેના માં-બાપ પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને આવા દુઃખના સમયે હું તેમની સાથે છું.ગણતરી ના સમયમાં નરાધમ ને પકડી પાડવા બદલ વલસાડ જિલ્લા ના એસ.પી. સાહેબ તથા ઉમરગામ પી. આઈ. સાહેબ તથા વલસાડ જિલ્લાની સમગ્ર પોલીસ ટીમને હું બિરદાવું છે.

