Gujarati

ઉમરગામ સંજાણબંદરથી ૨૦ વર્ષીય ઉમ્મેહબીબા ગુમ

Written by krishnanewsnetwork

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ બંદર, બંધારપાડા ખાતે રહેતા ૨૦ વર્ષીય ઉમ્મેહબીબા અલ્તાફહુસૈન મુલ્લા તા.૧૪-૦૮-૨૪ના રોજ મધ્યરાત્રિના ૧૨-૩૦ થી મળસ્કે ૬-૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઈને કંઇ પણ કહ્યા વિના અગમ્ય કારણસર કશે જતા રહ્યા હતા. ગુમ થનાર ઉમ્મેહબીબા ઘઉંવર્ણ, મધ્યમ બાંધો અને આશરે ૪ ફૂટ ૫ ઈંચ ઉંચાઈ ધરાવે છે. તેમણે લાલ કલરના ફૂલવાળી કાળા કલરની કુર્તી, કાળા કલરની લેગિંગ્સ અને બ્લ્યુ કલરની મોજડી પહેરેલી હતી. તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. જો કોઈને આ યુવતીની ભાળ મળે તો ઉમરગામ પોલીસ સ્ટેશન, પોલીસ કંટ્રોલ રૂમ નં.-૦૨૬૩૨-૨૫૩૩૩૩ અને ઈ-મેઈલ એડ્રેસ sp-val@gujarat.gov.in પર સંપર્ક કરી જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

About the author

krishnanewsnetwork

Leave a Comment