Gujarati

સ્વ ગોતાબેન બલાર ની પુણ્ય તિથિ નિમિત્તે રક્તદાન થકી સમાજને સાચી રાહ

Written by krishnanewsnetwork

સૌરાષ્ટ્રના નાના રાજસ્થળી ગામના વતની અને વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલ શ્રી રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ ના પુર્વ પ્રમુખ કિશોરભાઈ બલર દ્વારા સમાજને નવી રાહ ચીંધી છે તેની આજે વાત કરવી છે.વાત જાણે એમ છે કે કિશોરભાઈના ધર્મપત્ની સ્વ. ગીતાબહેનનું તા. ૨૭/૦૭/૨૦૨૦ના રોજ દુઃખદ અવસાન થયું હતું. સ્વભાવે સમાજસેવક એવા શ્રી કિશોરભાઈ એ તેમના સ્વર્ગસ્થ પત્નીને આગવી રીતે અંજલી અર્પણ કરવા માટે , તેમની સ્મૃતિઓને હરહંમેશ તરોતાજા રાખી શકાય તેમજ સમાજઉપયોગી થઈ શકાય તે હેતું થી રક્તદાન દ્વારા સ્મરણાંજલી કાર્ય હાથ ધર્યું છે. કિશોરભાઈ દ્વારા તેમના સ્વ.ગીતાબહેનની પુણ્યતિથિ નિમિત્તે પોતાના ઘરે જ રક્તદાન શીબીરનું આયોજન કરવામાં આવે છે. તેમાં બલર પરીવાર, સગાસબંધી અને મીત્રો દ્વારા ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવે છે. આ કાર્યક્રમ સતત ચાર વર્ષથી કિશોરભાઈ અને તેમના પરીવાર દ્વારા આયોજીત કરવામાં આવે છે. જેમાં ચાર વર્ષ માં ૨૯૨ જેટલી રક્ત યુનિટ રેડ ક્રોસ બ્લડ સેન્ટર માં અર્પણ કરી છે.સામાન્ય રીતે સદગતની યાદમાં સ્વજનો વિવિધ દાનપૂણ્ય કરી સદગતના મોક્ષ માટે સેવા કાર્ય કરતા હોય છે પરંતું કિશોરભાઈએ પૃથ્વી પરનું સૌથી મહાનદાન એટલે કે રક્તદાન કાર્ય દ્વારા હજારો જીંદગી બચાવવા માટે સમાજને નવી રાહ ચીંધી છે. સાથે સાથે નેત્ર દાન , દેહ દાન અને અંગ દાન ની જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે.તે બદલ ઇન્ટર નેશનલ રોટરી ક્લબ ૩૦૬૦ ના ગવર્નર તુષાર શાહ ,હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ , લોક દૃષ્ટી આઇ બેન્ક , રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને સક્ષમ ગુજરાત સાથે સંકળાયેલા ડો પ્રફુલ્લ શિરોયા , દિનેશ પટેલ , પુર્વ મેયર અસ્મિતા શિરોયા , રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ ના પુર્વ પ્રમુખ ડો અમુલખ સવાણી , ડો જગદીશ વઘાસીયા અને રોટેરિયન મિત્રો એ ખુબ ખુબ અભિનંદન પઢાવ્યા હતા.

About the author

krishnanewsnetwork

Leave a Comment