Gujarati

વલસાડ એસ.પી.ડો.કરણરાજ વાઘેલા એ ખુદ ભીલાડ (ગુજરાત) અને અચ્છાડ (મહારાષ્ટ્ર ) સરહદ પર ટ્રાફિક સમસ્યા અંગે સ્થળ નિરીક્ષણ કરી ટ્રાફિક સમસ્યા હલ કરવા નો પ્રયાસ ને વહાન ચલાકોએ  બિરદાવી….

Written by krishnanewsnetwork

સંઘપ્રદેશ નરોલી બ્રિજ નિર્માણ અને મહારાષ્ટ્ર ના અચ્છાડ બોર્ડર બ્રિજ નિર્માણ કાર્ય છેક વાપી સુધી વાહનોનો ની કતાર લાગી નેશનલ હાઇવે-48 ઉપર જિલ્લા માં માથાના દુખાવા સમાન ટ્રાફિક સમસ્યા ઉદભવી હતી.જેને લઇ પોલીસ અધીક્ષક ડો. કરણરાજ વાઘેલા,નાયબ પોલીસ અધિક્ષક બીએન દવે,ભીલાડ પોલીસ મથક પીએસઆઈ જે.એસ.રબારીએ ને.હાઇવે 48 ઉપરના ટ્રાફિક સમસ્યાના નિરાકરણ કરવા અર્થે ભીલાડ થી છેક મહારાષ્ટ્રના અછાડ સુધી નીરક્ષણ કર્યું હતું.હાઇવે પર 10 કિલોમીટર સુધીની લાંબી વાહનોની કતારો લાગી હતી.જે ધ્યાને આવ્યા બાદ ટ્રાફિકના સુચારુ આયોજન સાથે તલાસરી પોલીસની તેમજ ભીલાડ પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ટ્રાફિકનું નિયમન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન જાણકારી મળી હતી કે, અહીં નો નેશનલ હાઇવે હાલ ચોમાસામાં ખૂબ જ બિસ્માર બન્યો છે. એવામાં બ્રિજના કોન્ટ્રકટરે નિર્માણ સામગ્રી પણ વાહનોને અડચણરૂપ થાય તેવી રીતે રાખી હતી. જેથી પાલઘર જિલ્લાના તલાસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા આ રસ્તા પર વાહનવ્યવહાર સારી રીતે ચાલે તે અંગે પોલીસ સાથે તેમજ કોન્ટ્રકટર સાથે ચર્ચા કરી હતી.રસ્તાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરનું માલ મટીરીયલ પણ અડચણરૂપ ના બને સમયાંતરે તેની કામગીરી સાથે વાહનવ્યવહાર પણ યથાવત રહે તેવી સૂચના આપી હતી. તો, તૂટેલો રસ્તો વહેલી તકે રિપેર કરવાની ખાતરી કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવી હતી. હાલ આ નેશનલ હાઇવે નંબર 48 પર વાહન વ્યવહાર યથાવત હોય વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.દિવસ રાત્ર પોલીસે પોતાની ફરજ બજાવી રસ્તા પરનું ટ્રાફિક ભારણ હળવું કર્યું હતું.જિલ્લા પોલીસ ડો. કરણરાજ વાઘેલા તેમજ તેમની ટીમ ની કામગીરી ની પ્રસંશા કરી રહી છે.

 

 

About the author

krishnanewsnetwork

Leave a Comment