પૂર્વ સાંસદ સ્વ. ડાહ્યાભાઈ પટેલ ના સ્મરણાર્થે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ ભેંસરોડ સોમનાથ ભવન ખાતે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 859 મી ભાગવત કથા મા આજે બીજા દિવસે વિદુર ચરિત્ર ની કથા નુ વર્ણન થયું હતુ. આ પૂર્વે મોટી સંખ્યા ભરચક સોમનાથ ભવનમા ભાવિક ભક્તો કથા ના મુખ્ય યજમાન શ્રી જીજ્ઞેશભાઈ ડાહ્યાભાઈ પટેલ ના નિવાસ્થાને ભાગવતજી ના દશાંશ યજ્ઞ મા જોડાયા હતા. કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ યજ્ઞ નુ મહત્વ સમજાવ્યું હતુ. આચાર્ય ચેતનભાઈ જોષી (ભીમપોર) દ્રારા પુરુસૂક્ત મંત્ર નો પાઠ કરવામાં આવ્યો હતો. નિત્ય નિયમ પ્રમાણે ચંચળબેન ડાહ્યાભાઈ પટેલ દ્રારા પોથી તેમજ વ્યાસ પૂજન કરવામાં આવ્યું હતુ. કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ વ્યાસપીઠ પરથી ભાગવતજી ના પ્રથમ સ્કંધ અધિકાર લીલા અને બીજા સ્કંધ જ્ઞાન લીલા વિશે વિશેષ ચર્ચા કરી હતી. ભગવાન સુધી પહોંચવા માટે ના ત્રણ માર્ગો જ્ઞાન, યોગ અને ભક્તિ ના માર્ગો નુ સવિસ્તાર વર્ણન કરવામાં આવ્યું હતુ. સાથે કન્યા વિદાય ની કરુણ કથા ના વર્ણન મા ઉપસ્થિત વિશાળ સંખ્યા મા ભાવિક ભક્તો સજળ નેત્રે ભાવુક બન્યા હતા. વ્યાસપીઠ પરથી કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતુ કે “જગત માયા ને આધીન છે,માયા ઈશ્વર ને આધીન છે જયારે ઈશ્વર એ ભક્તિ ને આધીન છે”, “ભગવાન ને પરવશ કરવાની તાકાત ભક્તિ મા સમાયેલી છે”. આવતી કાલે કથા મા નૃસિંહ પ્રાગટ્ય ની કથા નુ વર્ણન થશે જેની તૈયારીઓ આયોજકો દ્રારા થઇ રહી છે. આ કથા દરમિયાન ઉપસ્થિત શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ ની કારોબારી કમિટી ના સદસ્યો પ્રમુખ ચંચળબેન ડાહ્યાભાઈ પટેલ, ટ્રસ્ટી જયંતીભાઈ પટેલ, ઉપપ્રમુખ ઉમેશ પટેલ, ઉપપ્રમુખ જીજ્ઞેશ ડાહ્યાભાઈ પટેલ, સચિવ કાંતિભાઈ પટેલ, ખેડૂત મંડળ ના પ્રભારી નાનુભાઈ ગોવનભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, દુનેઠા પંચાયત ના સરપંચ શ્રીમતી સવિતાબેન ભરતભાઈ પટેલ, સોમનાથ જિલ્લા પંચાયત ના સદસ્ય રીનાબેન હરીશભાઈ પટેલ, મીડિયા પ્રભારી ઉપેન્દ્ર કેશવ ભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા .

