Gujarati

ઉમરગામ તાલુકાના છ મંડળો ના અભિયાન સમિતિ ના ભકતો પવિત્ર અક્ષત કળશ મંડળોમાં વિતરણ કરવા માટે ઉત્સાહ આનંદ

Written by krishnanewsnetwork

ઉમરગામ તાલુકામાં પ્રભુ શ્રી રામ મંદિર – અયોધ્ય્યાથી અભિમંત્રિત કરેલી પવિત્ર અક્ષત તેમજ જન સમ્પર્ક અભિયાન / આનંદ ઉત્સવ કાર્યક્રમ માટે પત્રિકા સાથે શ્રી રામ મંદિરનુ ચિત્ર આવ્યુ છે. એ દરેક મંડળ સુધિ પોહોચે એ હેતુથી ઉમરગામ તાલુકાના 6 મંડળોને અક્ષત તેમજ પત્રિકા સાથે શ્રી રામ મંદિરનુ ચિત્ર વિતરણ કાર્યક્રમ તારીખ 22/12/2023ના શુક્રવારે સવારે 7:00 વાગ્યે શ્રી રામ મંદિર ખત્તલવાડા ખાતે થયો હતો.
ઉમરગામ પ્રખંડ (તાલુકા) આનંદ ઉત્સવ તથા અક્ષત વિતરણ સમિતિ ના સંયોજક તરીકે વિશ્વ હિન્દુ પરિષદ ના તાલુકા મંત્રી નૈલેશભાઈ દુગડ, તેમજ સહ સંયોજક તરીકે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના તાલુકા કાર્યવાહ સંદીપભાઈ સુતાર, હિતેશભાઈ પૂનમીયા, રામભુવનભાઈ વિશ્વકર્મા, વિમલભાઈ કામલી,પ્રતીકભાઈ વારલી તેમજ તાલુકાના વાલી તરીકે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ જિલ્લા ના મા.સંઘ ચાલક શ્રી આનંદભાઈ પિમ્પુત્કર, વિહિપ ના જિલ્લા અધ્યક્ષ શ્રી પિયુષભાઈ શાહ સહીત તાલુકા સમિતિ બનાવવામાં આવી હતી. તેમજ આ પૂજનીય અક્ષત અભિયાન મા VHP અને RSS ના કાર્યકર્તાઓ સાથે સમાજ ના વિવિધ જ્ઞાતિ, મંડળો, સામાજીક કાર્યકરો, સંગઠનો મંદીર ના પૂજારી ટ્રસ્ટી તેમજ તાલુકાના ઘણા રામભક્તો આ અભિયાનમાં જોડાઈ રામરાજ કરવા ભાવ વિભૂર થયાં.  અક્ષત વિતરણ કાર્યક્ર્મ માં સૌ હાજર રહી ભગવાન શ્રી રામના નામનો જોરદાર જયકાર બોલાવ્યા હતા.
શ્રી રામ મંદિર ખત્તલવાડા નાં સંત શ્રી વિનોદભાઈએ મંત્રોચ્ચાર સાથે અક્ષત અભિમંત્રિત કર્યા તદ્દ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ શ્રી પિયુષભાઈ શાહ તેમજ ગૌ રક્ષા ના અંકિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યાં તથા શ્રી પિયુષભાઈ દ્વારા હિન્દૂ સમાજ એ શ્રીરામ જન્મ ભૂમિ આંદોલન ના સંઘર્ષ, ત્યાગ પૂર્વજો નું બલિદાન ની ગાથા આજ ની પેઢી સમક્ષ જણાવ્યું હતું. શ્રી રામ મંદિર ખત્તલવાડા નાં ટ્રસ્ટીશ્રી સભ્યો દ્વારા અક્ષત બનાવવા ઉમરગામ તાલુકાને ચોખા હળદર શુદ્ધ ઘી ની પણ વ્યવસ્થા કરી આપવમાં આવી હતી
ઉમરગામ તાલુકાના છ મંડળો ના અભિયાન સમિતિ ના ભકતો પવિત્ર અક્ષત કળશ જય શ્રી રામ ના ગુંજ સાથે રામ ભકતો માથે ઉંચકી જય જય કાર થી ઉમરગામ તાલુકાના 6 મંડળોમાં વિતરણ કરવા માટે ઉત્સાહ આનંદ થી લઈ ગયા હતા.

About the author

krishnanewsnetwork

Leave a Comment