Gujarati

નારગોલ ગામે મુંબઈની N.D. મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક શાળા અને આંગણવાડીના બાળકોને મીઠાઈ વહેંચી દિવાળીની ઉજવણી કરી

Written by krishnanewsnetwork

મુંબઈની સેવા ભાવિ સંસ્થા N.D. મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નારગોલ ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીના કુલ ૫૦૦ થી વધુ બાળકોને દિવાળી પર્વની ઉજવણીના ભાગ રૂપે N D મહેતા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી દિલીપભાઈ મહેતા, આશાબેન મહેતા, નિનાદ ગાંધી, ભરતભાઈ મહેતા, શેજલબેન, નૈનાબેન હરિયા તથા ઉમરગામના જ્યોતિબેન અને શૈલી સંચેતીએ ખાસ ઉપસ્થિત રહી મીઠાઈ સહિત અન્ય સામગ્રીની વહેચણી નારગોલ જગદંબાધામ ખાતે કરી હતી. આ નિમિત્તે નારગોલ ગામના સરપંચ સ્વીટી ભંડારી અને પંચાયતની ટીમ દ્વારા તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું. છેક મુંબઈથી ગુજરાતના કાંઠા વિસ્તારના ગામના ગરીબ આદિવાસી બાળકો સાથે અનોખી રીતે દિવાળી પર્વની ઉજવણી કરનાર સંસ્થાનો ગ્રામ પંચાયત નારગોલ દ્વારા વિશેષ આભાર માનવામાં આવ્યો હતો.

About the author

krishnanewsnetwork

Leave a Comment