Gujarati

હિમાંશુ ભટ્ટ દ્વારા જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં એક્સપર્ટ લેક્ચર લેવાયો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશન વિભાગ દ્વારા વિભાગના કો-ઓર્ડીનેટર શ્રી ડો.ભરત ઠાકોર અને વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.કિરણ મિત્તલના માર્ગદર્શન હેઠળ ૧૦ ઓગષ્ટ , ૨૦૨૩ના રોજ સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ ખાસ નિષ્ણાંત વ્યાખ્યાનનું અયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરુઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. નિષ્ણાંત વ્યાખ્યાન માટે પત્રકારત્વ જગતમાં ૩૫ વર્ષનો અનુભવ ધરાવનાર શ્રી હિમાંશુ ભટ્ટ (Thinkline યુટ્યુબ ચેનલના માલિક, ભૂતપૂર્વ એડિટર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા) હાજર રહ્યા હતા. વિભાગના કો- ઓર્ડીનેટર ડો.ભરત ઠાકોર દ્વારા મુખ્ય અતિથિ શ્રી હિમાંશુ ભટ્ટનું શાબ્દિક તેમજ તુલસીનો છોડ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

શ્રી હિમાંશુ ભટ્ટે પ્રિન્ટ મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયા, ડિજીટલ મીડિયા અને તેના મહત્વ વિષય પર વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા . તેમણે વર્તમાન સમયમાં પત્રકારત્વ જગતની અડચણરૂપ બાબતો, પત્રકારની ફરજ, નૈતિક મૂલ્યો , અલગ દ્રષ્ટિકોણ વિકસાવવાની કળા વગેરે તરફ ખાસ ધ્યાન દોર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સારા પત્રકાર બનવા માટે સારા શ્રોતા, સારા નિરીક્ષક , સારા સંશોધક બની જેટલું બને એટલું સચોટ જ્ઞાન મેળવવાની સલાહ આપી હતી. આ કાર્યક્ર્મમાં વિભાગના ટીચીંગ આસિસ્ટન્ટ , સ્ટાફના સભ્યો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

About the author

krishnanewsnetwork

Leave a Comment