આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત
ગ્રામ પંચાયત નારગોલ દ્વારા શહીદો તેમજ સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારનો બહુમાન કરવામાં આવશે.
વિલે પારલે મુંબઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા નિયુક્ત સાતમી ડાયેટર સ્વાતંત્ર્ય સેનાની નવાઝબેન જમશેદજી હવેવાલા સહિત હિંમતસિંહ ચૌહાણ તેમજ શહીદ નીતિન ભગતના પરિવારનું વિશેષ બહુમાન કરવામાં આવશે
ગ્રામ પંચાયત નારગોલ દ્વારા ગ્રામ સભામાં શહીદો તેમજ સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારનો બહુમાન કરવામાં આવશે.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અન્વયે “મેરી મિટ્ટી મેરા દેશ”, “મિટ્ટીકો નમન વિરો કો વંદન” કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીને યાદ કરી તેમના પરિવારોનું બહુમાન કરવામાં આવશે. જેના ભાગરૂપે નારગોલ ગ્રામ પંચાયતની અમૃત સરોવર ખાતે સવારે 9:00 કલાકે સરપંચ સ્વીટી ભંડારીની અધ્યક્ષતામાં મળનારી ગ્રામ સભામાં મૂળ નારગોલના એવા વિલે પારલે મુંબઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા નિયુક્ત સાતમી ડાયેટર સ્વાતંત્ર્ય સેનાની નવાઝબેન જમશેદજી હવેવાલા સહિત હિંમતસિંહ ચૌહાણ તેમજ શહીદ નીતિન ભગતના પરિવારનું વિશેષ બહુમાન કરવામાં આવશે.
કોણ હતા નવાઝબેન જમશેદજી હવેવાલા.
નવાઝબેન જમશેદજી હવેવાલા એક સક્રિય સ્વાતંત્ર્ય સેનાની રહ્યા છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા નિયુક્ત મુંબઈ પારલેની સાતમી ડાયેટર હતા અને બ્રિટિશ શાસન હેઠળ આઝાદીની ચળવળમાં તેઓએ 13મી નવેમ્બર 1950 થી થાણા સેન્ટ્રલ જેલમાં 6 મહિનાની જેલ ભોગવી હતી.
કોણ હતા સહિદ નીતિંચંદ્ર ભગત. સહિદ નીતિંચંદ્ર જગજીવનભાઈ ભગત નારગોલ ગામના માછીમાર પરિવારના યુવાન હતા જેઓ ભારતીય સેનામાં ફરજ દરમિયાન 1995 માં આતંકવાદીની ગોળીથી ઇજાગ્રસ્ત થયા હતા લાંબા સમયની સારવાર બાદ તેઓનું 2009માં દેહાંત થયું હતું.
કોણ હતા હિંમતસિંહ ચૌહાણ. હિંમતસિંહ ભીખાજી ચૌહાણ મૂળ બારડોલીના વતની હતા જેમણે હિંદ છોડો ચળવળમાં ભાગ લીધો હતો.

