દાદરા નગર હવેલીના ગ્રામીણ વિસ્તારોમાં ભીષણ પૂરની દુર્ઘટનાએ ઘણા પરિવારોને ઉજ્જડ બનાવી દીધા છે. પૂર અને વધુ પડતા પાણીના પ્રવાહને કારણે ગરીબ આદિવાસીઓના ઘરો ધોવાઈ ગયા છે જ્યારે ડઝનેક મકાનો ડૂબી જવાથી બધું જ બરબાદ થઈ ગયું છે. ઘરમાં રાખેલ અનાજ, ચૂલો, વાસણો, કપડાં, પથારી, સરકારી દસ્તાવેજો સહિતની તમામ વસ્તુઓ ધોવાઈ ગઈ છે. લોકો બેઘર થઈ ગયા છે, તેમની સામે ભૂખમરાની સ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે જીવન જીવવું મુશ્કેલ બન્યું છે. વરસાદી ઋતુના કારણે પીડિતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, દરેક પરિવારની ચિંતા વધી છે. સાંસદ કલાબેન ડેલકરે ગંભીરતાથી ધ્યાન લીધું છે.તેમને પૂર પીડિતોના પુનર્વસન માટે સાંસદ નિધિમાંથી 1 કરોડ રૂપિયાની રકમ ફાળવવા ની જાહેરાત કરી છે. દાદરા નગર હવેલી આદિવાસી બહુલ રાજ્ય છે, અહીં ગરીબોની સંખ્યા વધુ છે. સાંસદ કલાબેન ડેલકરે માંગ કરી છે કે આ રકમનો ઉપયોગ તાત્કાલિક ધોરણે તમામ પૂરગ્રસ્ત ગરીબ પરિવારોના પુનર્વસન માટે મકાનો, ઘરવપરાશની સામગ્રી અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવી બેઘર થયેલા લોકોને તાત્કાલીક અસર થી તેમને રાહત આપવા કલેક્ટર શ્રી ભાનુ પ્રભાને રજુઆત કરી છે.

