‘‘પોલીસ પ્રજાનો મિત્ર છે’’ એ ઉક્તિને ખરા અર્થમાં સાર્થક કરવા માટે હવે ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. જે મુજબ હવે જિલ્લા પોલીસ વડા સપ્તાહના નિર્ધારિત દિવસો દરમિયાન જિલ્લાના વિવિધ પોલીસ મથકો પર રૂબરૂ જઈને જિલ્લાના નાગરિકોની રજૂઆતો સાંભળશે.
જે મુજબ વલસાડ જિલ્લા પોલીસ વડા દર અઠવાડિયાના સોમવાર અને શુક્રવારે સવારે ૧૧ થી સાંજે ૬ દરમિયાન પ્રજાજનોની ફરિયાદ તેમજ રજૂઆતો રૂબરૂ સાંભળશે. આ સિવાય બાકીના દિવસોમાં જિલ્લાના ૧૩ પોલીસ મથકોમાં જઈને લોકોની રૂબરૂ રજૂઆતો સાંભળશે. જે મુજબ પ્રથમ મંગળવારે વલસાડ સિટી પોલીસ મથકે સવારે ૧૧ કલાકે અને વલસાડ રૂરલ પોલીસ મથકે બપોરે ૧ કલાકે, બીજા મંગળવારે પારડી પોલીસ સ્ટેશનમાં બપોરે ૧૨ કલાકે, પ્રથમ ગુરૂવારે ડુંગરી પોલીસ મથકે સવારે ૧૧-૩૦ કલાકે, બીજા ગુરૂવારે ધરમપુર પોલીસ સ્ટેશનમાં બપોરે ૧૨-૩૦ કલાકે, ત્રીજા મંગળવારે કપરાડા પોલીસ મથકે બપોરે ૧૨ કલાકે અને નાનાપોંઢા પોલીસ મથકે બપોરે ૧ કલાકે, ચોથા બુધવારે વાપી ટાઉન પોલીસ મથકે સવારે ૧૧-૩૦ કલાકે, ચોથા શુક્રવારે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકે બપોરે ૧૨ કલાકે, ડુંગરા પોલીસ મથકે બપોરે ૧ કલાકે, ત્રીજા ગુરૂવારે ભીલાડ પોલીસ મથકે બપોરે ૧૨-૩૦ કલાકે, ચોથા મંગળવારે ઉમરગામ પોલીસ મથકે સવારે ૧૧ કલાકે અને મરીન પોલીસ મથકે બપોરે ૧૨ કલાકે જિલ્લા પોલીસ વડા નાગરિકોની રજૂઆતો રૂબરૂ સાંભળશે.
વલસાડ જિલ્લા પોલીસ વડાની આ કામગીરીથી પ્રજાના પ્રશ્નોનો સત્વરે નિકાલ થશે. પોલીસના આ હકારાત્મ અભિગમથી પ્રજા અને પોલીસ વચ્ચેનું અંતર પણ ઘટશે.

