આંતરરાષ્ટ્રીય અધ્યાત્મ સંસ્થા બ્રહ્માકુમારીઝ દ્વારા વર્તમાન સમયે જ્યારે દેશમાં વાવાઝોડા, અતિ વરસાદ જેવી પરિસ્થિતિ છે જ્યારે અનેક વૃક્ષો પડી ગયેલ છે તથા નાશ પામેલ છે તેવી સ્થિતિમાં વરસાદી વાતાવરણમાં ૨૦ જુલાઇ થી ૨૫ ઓગસ્ટ સુધી વૃક્ષ વંદન વૃક્ષારોપણ કાર્યક્રમોનો પ્રારંભ બ્રહ્માકુમારીઝ મુખ્યાલય, શાંતિવન આબુથી પ્રારંભ કરવામાં આવેલ છે આ પ્રસંગે આશીર્વચન આપતા બ્રહ્માકુમારીઝ ના સહ પ્રસાસિકા મુન્ની દીદીએ જણાવેલ કે, પ્રકૃતિને હરિયાળી સમુદ્ર રાખવી એ માનવનું કર્તવ્ય છે જેથી દરેક ઋતુમાં તે માનવ જાતની રક્ષા કરતી રહે છે. પર્યાવરણની સિદ્ધિ માટે આ એક માસ વૃક્ષનું વંદન કરી વૃક્ષારોપણ કરવું સમયની અનિવાર્યતા છે. આ પ્રસંગે અનેક બ્રહ્માકુમાર ભાઈ -બહેનોએ આજે આબુની આસપાસ શાંતિવન, માનસરોવર, આનંદ સરોવર, આબુરોડ મેઇન રોડ પર ૨૦ હજાર વૃક્ષોનું રોપણ કરેલ તથા દેશભરના ૮,૫૦૦ સેવાકેન્દ્ર દ્વારા સંસ્થાના પૂર્વ વડા ડૉ.દાદી પ્રકાશમણીજીની પુણ્યતિથિ ૨૫ ઓગસ્ટ ૨૦૨૩ સુધી વૃક્ષ વંદન કાર્યક્રમો ચાલુ રહેશે.

