Gujarati

રોટરી કલબ ઓફ વલસાડના પ્રમુખ તરીકે મનીષભાઈ ભરૂચાની શપથવિધિ કાર્યક્રમનું આયોજન થયું

Written by krishnanewsnetwork

રોટરી કલબ ઓફ વલસાડ છેલ્લા ૬૬ વર્ષથી વલસાડ ખાતે વિવિધ પ્રવૃતિઓ કરી સેવા કાર્ય કરી રહ્યું છે,જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ માટે નવા હોદેદારોની નીમણુંક તાજેતરમાં કરવામાં આવી હતી. વલસાડ ખાતેના જાણીતા અને પ્રમાણિક ફાર્માસ્યુટિકલના વેપાર સાથે સંક્રાયેલ એવા મનીષભાઈ ભરૂચા ની નીમણુંક નો સમારોહ યોજાયો હતો.રોટરી કલબ ઓફ વલસાડ ના ૬૭માં પ્રમુખ તરીકે મનીષભાઈ ભરૂચા ના સત્કાર સમારંભમાં વલસાડના વિવિધ સેવાકીય સંસ્થાઓના પ્રમુખે હાજરી આપી હતી. રોટરી કલબ ઓફ વલસાડ ના ૬૭માં હોદેદારોની શપથવિધિ વલસાડના ડીસ્ટ્રીકટ ગવર્નર નિહીરભાઈ દવે દ્વારા કરવામાં આવી હતી.આ સાથે રોટરી ક્લબએ સંકલન કરી રોટરેકટ કલબ,ઈન્ટરેકટ ક્લબ સાથે એક મંચ પર શપથવિધિ કાર્યકર્મ નું આયોજન કરવામાં આવ્યું હતું  રોટરી કલબ ઓફ વલસાડના પ્રમુખ તરીકે મનીષભાઈ ભરૂચા ,સેક્રેટરી જપન શાહ,પબ્લિક ઈમેજ ચેરમેન અમર પારેખની વરણી કરાઈ હતી. રોટરેકટ કલબમાં પ્રેસિડેન્ટ દીપા પાનવાલા,ઈન્ટરેકટ ક્લબ દિવ્યાંગ દેસાઈઅને ઇનર વ્હીલ ક્લબ પ્રેસિડેન્ટ નેહાબેન ભરૂચાના શપથવિધિ થઈ હતી.ગત વર્ષ ના પ્રમુખ સ્વાતિબેન શાહે નવા વરાયેલા પ્રમુખ અને તેમની ટીમ ને શુભેચ્છાઓ આપી હતી. રોટરી કલબ ઓફ વલસાડ સેવાકીય કાર્યને આગવું સ્થાન રહે એવી શુભકામના આપી હતી.

About the author

krishnanewsnetwork

Leave a Comment