Gujarati

ઈ.જિલ્લા કલેક્ટર બી.કે.વસાવા અને મેયર હેમાલીબેન બોઘાવાલા સાયકલ ચલાવી ઓફિસે પહોંચ્યા

Written by krishnanewsnetwork


જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકાએ તા.૩ જૂન- વિશ્વ સાયકલ દિને પર્યાવરણ સંરક્ષણ અને ટ્રાફિક-પાર્કિંગ સમસ્યાના નિરાકરણ માટે “સાઈકલ ટુ વર્ક” અભિયાનનો પ્રારંભ કર્યો છે, જેના ભાગરૂપે ઈ. જિલ્લા કલેક્ટરશ્રી બી.કે.વસાવા અને મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા પોતાના નિવાસસ્થાનથી સાયકલ ચલાવીને ઓફિસે પહોંચ્યા હતા. મનપા અને જિલ્લા સેવા સદનના વિવિધ કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ પગપાળા કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને ‘સાઈકલ ટુ વર્ક’ અભિયાનમાં સહભાગી બન્યા હતા.
આ અવસરે ઈ.જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, આજે ત્રીજી જૂન આંતરરાષ્ટ્રીય સાયકલ દિવસે “સાઈકલ ટુ વર્ક” અભિયાનનો પ્રાંરભ થયો છે. સાયકલ ચલાવીને ઓફિસે આવવાનો અનેરો આનંદ થયો હતો. સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંરક્ષણ માટે રોજિંદા કાર્યમાં સાયકલનો મહત્તમ ઉપયોગ વધારવો જોઈએ. સાયકલ ટુ વર્ક અભિયાનથી પર્યાવરણના સંરક્ષણમાં આપણું યોગદાન વધશે. તેમજ વાહનોનો ઉપયોગ ઘટતા ઈંધણની બચત થશે, તેમજ હવા અને ધ્વનિ પદૂષણ પણ ઘટશે.
સાયકલ ચલાવીને પાલિકા પર આવનાર કર્મચારીઓને મેયરશ્રીના હસ્તે અયોધ્યામાં નિર્માણ પામનાર રામમંદિરની પ્રતિકૃતિ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.

About the author

krishnanewsnetwork

Leave a Comment