Gujarati

શિવશક્તિ સહયોગ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ ઉમરગામ દ્વારા 22 અસહાય દિકરીઓના સમુહલગ્ન કરવામાં આવ્યા

Written by krishnanewsnetwork

ઉમરગામ સ્થીત શિવશક્તિ સહયોગ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 22 અસહાય દિકરીઓના સમુહલગ્ન કરવામાં આવ્યા છે. ગરીબ લાચાર અનાથ લોકો માટે મા બાપ સમિ ઉમરગામની આ સેવાકીય સંસ્થા છેલ્લા કેટલાક વર્ષોથી અનાથ દીકરીઓના લગ્ન માટે સમૂહ લગ્નનું આયોજન કરતી આવી છે આ વર્ષે પણ શનિવાર તારીખ 27 5 2023 ના રોજ સંસ્થાના સ્થાપક મણીભાઈ પટેલ તેમજ તેમની ઉત્સાહી સેવાભાવી ટીમના નેતૃત્વમાં ભવ્ય સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 22 જેટલી દીકરીના લગ્ન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આ સંસ્થા દ્વારા તેમજ કેટલાક દાતાઓના સહકારથી દીકરીઓને અનેક ભેટ સોગાદો આપવામાં આવી હતી. દરેક દિકરીઓને ચમચીથી લઈ તિજોરી સાથે સંપૂર્ણ ઘરવખરી સાથે કરીયાવર આપવામાં આવ્યુ હતુ. આ પ્રસંગને વધુ શોભાયમાન બનાવવા માટે મુખ્ય મહેમાન તરીકે કારૂલકર પ્રતિષ્ઠાનના ઉપાઘ્યક્ષ શ્રી શિતલ બેન કારૂલકર (જોષી) મુંબઈ થી પઘારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થા દ્વારા દરેક દાતાશ્રીઓનુ સન્માન કરવામાં અયુ દાતાશ્રીઓ દ્વારા સંસ્થામા રહી ભણતા 27 અસહાય બાળકોને દત્તક લેવામાં આવ્યા શાસ્ત્રી શ્રી ચંદુભાઈ શુક્લ દ્વારા સંસ્થાનો પરિચય અને સંસ્થા દ્વારા થતી વિવિધ સેવાઓની જાણકારી આપવામાં આવી સંસ્થા ના ટ્રષ્ટીઓ કાર્યકર્તાઓ અને સેવાભાવી સ્વયંસેવકો એ ઉભાપગે સેવા આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સંસ્થાના પ્રમુખ શ્રી મણીભાઈ પટેલ દ્વારા દરેક દાતાશ્રીઓ દરેક વર કન્યા તથા આવેલા મહેમાનો અને દરેક સેવાભાવી કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

About the author

krishnanewsnetwork

Leave a Comment