Article

3.93 કરોડની ચાંદી લૂંટનાર લૂંટારુઓને ક્રાઈમ બ્રાન્ચ ઝડપી પાડ્યા, 100 કિલો ચાંદી રીકવર

Written by cradmin

રાજકોટ-સુરેન્દ્રનગર-અમદાવાદ હાઈવે પર અંદાજે 3.93 કરોડની ચાંદીની લૂંટ કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ મધ્યપ્રદેશથી આરોપીઓને પકડી લાવી છે. 100 કિલો ચાંદી રીકવર કરવામાં આવી છે. આખી ગેંગ મધ્યપ્રદેશની હતી. 

રાત્રે આવતી કારને આંતરીને 1400 કિલો ચાંદીની લૂંટ ચલાવવામાં આવી હતી. 3 કારમાં લૂંટ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર સાયલા લિંબડી હાઈવેની આ ઘટનામાં છેતરીને કારમાં બેઠેલા લોકોને ઉતારીને આ લૂંટ ચલાવવામાં આવી હતી.  3 ગાડીમાં લૂંટ કરી ચાંદી લઈ ગયેલા કેટલાક આરોપીઓ ઝડાપાયા છે. જેમાંથી આ આરોપીઓ પાસેથી 100 કિલો ચાંદી રીકવર કરવામાં આવી છે. 

3 આરોપીઓ મધ્યપ્રદેશ નાશી ગયા હતા જેથી તેમને પકડવા માટે પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં ગઈ હતી અને તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. 15 જેટલી ટીમો આરીપોઈને પકડવા માટે સતેજ કરાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે 10 દિવસ મધ્યપ્રદેશમાં રહીને આ ગૂનાનો ભેદ ઉકેલીને ગુનેગારોને ઝડપી પાડ્યા છે. લૂંટારુઓ પાસેથી બાકીની ચાંદી પણ રીકવર કરવામાં આવશે. લગભગ 14 દિવસ પહેલા આ પ્રકારની લૂંટ ચલાવવામાં આવી હતી ત્યારે આ લૂંટનો ભેદ છે તે ઉકેલાયો છે.  

ચાંદીનો જથ્થો અમદાવાદ સુધી રાજકોટથી ચાંદીનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન લૂંટારૂઓ ચોરી કરી હતી. લૂંટારૂઓ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.ત્યારથી તેમને શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી.

About the author

cradmin