ઉમરગામ તાલુકાનાં પાલી ગામે ડગડી ફળિયામાં રહેતાં વાસંતીબેન રમેશચંદ્ર ઓઝા જેમનાં પતિ તા:-21 12-2023 ના રોજ અવસાન પામ્યા છે. તેમનું આવતું ફેમિલી પેન્શનથી વાસંતીબેન ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. જેઓને આયુષ્યમાન “G” કેટેગરી કાર્ડની જરૂર પડતાં તેઓએ અશરફભાઈ ચુડાસમા સાહેબનો સંપર્ક કર્યો હતો. અશરફભાઈએ તુરત તેમનાં ઘરે જઈને જરૂરી માહિતી સાથે, ઉપયોગી જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈને વલસાડ ગયા હતા. બીજા દિવસે વાસંતીબેન ઓઝા સાથે ભીલાડ આરોગ્ય કેન્દ્રની ઓફિસમાં જઈને “G” કાર્ડ મેળવવા માટેની જરૂરી ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી હતી. સોમવારે સરીગામ નિવાસી વલસાડ જિલ્લા સેવા મંડળના ઉપપ્રમુખ અસરફ ચુડાસમાએ વાસંતીબેન રમેશચંદ્ર ઓઝાનું “G” કાર્ડ મેળવીને, પ્લાસ્ટિક લેમિનેશન કરાવીને પાલી ગામે જઈને આ આયુષ્યમાન “G” કેટેગરી કાર્ડ વાસંતીબેનને સુપ્રત કર્યું હતું. વાસંતીબેને આ કાર્ડ સ્વીકારતાં ભીની આંખે અશરફભાઈને માથા પર હાથ ફેરવતાં આશીર્વાદ આપ્યા હતાં અને પુષ્પગુચ્છ આપીને તેઓને સન્માનિત કર્યા હતા. અશરફસરનું આ માનવહિતના સેવાકાર્યનું દ્રશ્ય નિહાળીને પુત્રવધુ કેતના અને એમની પુત્રી ઉન્નતિની પાપણો પણ ભીની થઈ ગઈ હતી. “જનસેવા એજ પ્રભુસેવા”કહેવતને અશરફ સરે સાર્થક કરી હતી.

