ભારતીય આદિવાસી ધોડિયા સમાજ ઉત્કર્ષ સંગઠન સંસ્થાના કમિટી પદાઅધિકારીઓએ દાદરા નગર હવેલીના સાંસદ અને ભારત સરકાર ગૃહ મંત્રાલય સંસદીય સમિતિના સભ્ય આદરણીય શ્રીમતી કલાબેન મોહનભાઈ ડેલકર જી ની શુભેચ્છા મુલાકાત કરી શુભેચ્છા આપી.સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર જી સાથે મુલાકાત દરમિયાન ભારતીય આદિવાસી ધોડિયા સમાજ ઉત્કર્ષ સંગઠનના કમિટી સભ્યોએ જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓ ગર્વ અનુભવી રહ્યા છીએ કે, આપશ્રી દાદરા નગર હવેલી લોકસભા સંસદીય ક્ષેત્રના બીજી વાર સાંસદ તરીકે ચૂંટાયા અને સૌવ ધોડિયા સમાજ પરિવારનું ગૌરવ વધાર્યું છે. સાથે સાથે આપશ્રી ભારત સરકાર ગૃહ મંત્રાલય સંસદીય સમિતિમાં દેશનું પ્રતિનિધિત્વ પણ કરી રહ્યા છો જે બદલ આપશ્રી ને ભારતીય આદિવાસી ધોડિયા સમાજ ઉત્કર્ષ સંગઠનના પરિવાર સદસ્યો તરફથી ખૂબ ખૂબ અભિનંદન.આ નિમિત્તે ભારતીય આદિવાસી ધોડિયા સમાજ ઉત્કર્ષ સંગઠનના પ્રમુખશ્રી અશ્વિનભાઈ એચ. પટેલ ઉપપ્રમુખ શ્રી પ્રભુભાઈ યુ. પટેલ મહામંત્રી શ્રી ઉત્તમભાઈ પટેલ, ખજાનચી શ્રી અવિનાશભાઈ પટેલ, મંત્રીશ્રી રવિયાભાઈ પટેલ, સહમંત્રી શ્રી સતિષભાઈ પટેલ, સહ મંત્રી અજિત ભાઈ પટેલ, સહ ખજાનચી શ્રી રાજેશભાઈ પટેલ અને કાનૂની સલાહકાર સમિતિના વાઈસ ચેરમેન શ્રી કિશનભાઇ પટેલ સમિતિના સદસ્ય શ્રી જીગ્નેશભાઈ પટેલ સહિત કમિટી મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા.ભારતીય આદિવાસી ધોડિયા સમાજ ઉત્કર્ષ સંગઠન પ્રમુખશ્રી અશ્વિન પટેલે ચર્ચા આગળ વધારતા જણાવ્યું જે આદરણીય સાંસદ જી આપશ્રી દ્વારા દેશની સંસદ માં દાદરા નગર હવેલીના સમાજલક્ષી દ્રષ્ટિકોણ સાથે આદિવાસીઓ, મહિલાઓ, વિદ્યાર્થીઓ, યુવાઓ, સ્વાસ્થ્ય, રોજગાર, પાણી, લાઈટ, રસ્તાઓ જેવા મહત્વ પૂર્ણ મુદ્દાઓ ઉઠાવી પ્રદેશના વિકાસના કાર્યની સંપૂર્ણ જવાબદારી નિભાવી જનસેવા ના કાર્યો કરી રહ્યાં છો. જે કાર્યો થી પ્રદેશવાસીઓમાં હજી વધારે આશા જાગી છે.આદરણીય સાંસદ જી અમો દ્વારા ભારતીય આદિવાસી ધોડિયા સમાજ ઉત્કર્ષ સંગઠનના માધ્યમ થી ધોડિયા સમાજ પરિવારો માટે સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ. સંગઠન સંસ્થાના માધ્યમ થી કરવામાં આવતા કાર્યો માટે અમોને યોગ્ય માર્ગદર્શન આપશો એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ જેવી ધોડિયા સમાજ પરિવાર માટે સામાજિક ઉત્થાન વિશે અનેક વિષયો પર ચર્ચા થઈ હતી.સાંસદ શ્રી કલાબેન ડેલકર જી દ્વારા આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, આપણા સમાજે એક થઈ સાથે મળી આગળ વધ્યા છે, જ્યાં મારી જરૂર પડશે ત્યાં જરૂર પડખે ઊભી રહીશ અને સમાજના કાર્યોમાં પૂરો સહયોગ મળશે. આપણે સૌવ સાથે મળી આદિવાસી સમાજ અને પ્રદેશમાં દરેક વર્ગો સાથે એક થઈ કામ કરીશું અને પ્રદેશના હિત અને વિકાસ માટે આગળ વધીશું એવા આશ્વાસન આપ્યા હતા.ભારતીય આદિવાસી ધોડિયા સમાજ ઉત્કર્ષ સંગઠનના પ્રતિનિધિઓએ આદરણીય સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર જી સામે હાથ જોડી જણાવ્યું કે, અમે ભગવાન ને પ્રાર્થના કરીએ કે, આપશ્રી નું સ્વાસ્થ્ય સારું રહે અને પ્રદેશ અને દેશની જનસેવા કાર્યો માટે પ્રેરણાબળ મળે તે માટે ભારતીય આદિવાસી ધોડિયા સમાજ ઉત્કર્ષ સંગઠન પરિવાર તરફથી સુસ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે હાર્દિક શુભેચ્છાઓ આપીએ છીએ.

