સંજાણ ખાતે રહેતા રજનીકાંત ચંદુલાલ પાનવાળા નો પુત્ર ગત મહિના થી ઘર છોડી ને જતો રહ્યો હતો. જેમાં પરિવાર ચિંતિત રહતો હતો. પુત્ર નું નામ પીન્કેશ હતું. જે ફોટોગ્રાફીનો વ્યવસાય સાથે જોડાયેલ હતો. જેની ફરિયાદ ઉંમરગામ પોલીસે ગુમ સુદા થયા ની નોંધ લીધી હતી અને તેની જિલ્લા પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરી હતી. જે ને આજે સહી સલામત શોધી તેના પરીવાર ને સુપરત કરવા માટે ની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે તેના માતા-પિતા અને પરિવાર માં ખુશી નો મોહોલ જોવા મળિયો હતો અને ઉંમરગામ પોલીસ ઇન્સ્પેક્ટર એસ. ડી. ચૌધરી તથા સંજાણ પોલીસ વિભાગ જમાદાર કૈલાશભાઈ ઠાકરે નો આભાર માન્યો હતો.

