Gujarati

આઈ ડ્રીમ અબાઉટ ફાઉન્ડેશને વાપી નગરપાલિકાના સહયોગથી શાળાના બાળકોએ વોલ પેઈન્ટીંગ સ્પર્ધાનું આયોજન કર્યું

Written by krishnanewsnetwork

આઈ ડ્રીમ અબાઉટ ફાઉન્ડેશને વાપી નગરપાલિકાના સહયોગથી શાળાના બાળકો માટે વોલ પેઈન્ટીંગનું આયોજન કર્યું હતું. વાપીની સાત નામાંકિત શાળાઓ જ્ઞાનધામ શાળા, એલ.જી.હરિયા શાળા,અથર્વ પાયબ્લિક શાળા,સમર્પણ જ્ઞાન શાળા,આર.એસ.ઝુનઝુનવાલા શાળા,શ્રી વિદ્યાનિકેતન અને સમીપ ફાઉન્ડેશન-એ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધા માં વિવિધ સામાજિક મુદ્દાઓ પર તેમના કલા શિક્ષકના માર્ગદર્શન હેઠળ તેમની સર્જનાત્મકતા પ્રદર્શિત કરી હતી. પર્યાવરણ, બાળકી, સ્વચ્છતા અભિયાન અને અન્ય વિષયો પર આ ઈવેન્ટનું આયોજન કર્યું હતું.વાપીના નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા અને તેના દ્વારા શહેરને સુંદર બનાવવા માટે વાપી ની વિવિધ સ્થળો પર વોલ પ્રિન્ટિંગ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહપૂર્વક અને ઉમળકાભેર ભાગ લીધો હતો. રચનાત્મક કાર્યક્રમ ની પહેલ ચિરાગ પ્રવિણ પટેલ, મૃણાલ પંડિત,ભાવિન માહ્યાવંશી,મયુર મૌર્ય અને આઈડીએ ટીમના સભ્યોએ  સફળ બનાવા જેમહત ઉઠાવી હતી.વાપી નગરપાલિકાએ સ્વચ્છતા અભિયાન 2024 ની શરૂઆત વાપી નગર પાલિકા ના અધિકારીઓ શ્રી રિતેશ વાલંદ અને શ્રી ચેતન પરમાર કરી હતી. કાર્યક્રમ માં ગેસ્ટ ઓફ ઓનર વાપી નગરપાલિકા પ્રમુખ
પંકજભાઈ પટેલ,વાપી નગરપાલિકા ઉપપ્રમુખ દેવલબેન દેસાઈ,વાપી નગરપાલિકા કરોબારી સમિતિના અધ્યક્ષ ડો
મનોજભાઈ પટેલ,વાપી નગરપાલિકા સ્વચ્છતા અભિયાન વાપીના ભૂતપૂર્વ પ્રમુખ અને બ્રાન્ડ એમ્બેસેડર વિઠ્ઠલભાઈ પટેલ, તેમજ અન્ય આગેવાનોએ આ કાર્યક્રમની મુલાકાત લીધી હતી.
આઈ ડ્રીમ અબાઉટ ફાઉન્ડેશન ના સભ્યો દ્વારા મીડિયાનો,પ્રોહત્સાહિત કરતા ઓનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો. સ્પર્ધા માં ભાગ લેનાર વિધાર્થીઓ નો વરસાદ હોવા છતાં તેમનો ઉત્સાહ ઉમંગ આછો કે નિરાશા દેખાય ન હતી.આઈ ડ્રીમ અબાઉટ ફાઉન્ડેશન તેમનું આર્ટ વર્ક પૂરું કર્યું હતું.

About the author

krishnanewsnetwork

Leave a Comment