Gujarati

સુરત ઓએનજીસી અધિકારીઓ મહિલા સમિતિ દ્વારા તીજી ફેસ્ટિવલની ઉજવણી કરાઇ

Written by krishnanewsnetwork

સુરત ઓએનજીસી અધિકારીઓ મહિલા સમિતિ (ઓઓએમએસ), હાઝિરાના પ્રમુખ શ્રીમતી તનુજા બલોદીના નેતૃત્વ હેઠળ “તહેવારના રંગ” “સખિયો ના સંગ “ના વિષય સાથે સુરતમાં હરિયાળી તીજની ઉજવણી કરવામાં આવી હતી.ઓઓએમએસના સંસ્થાપક  સભ્યોને આ પ્રસંગમા વિશેષ અતિથિઓ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ દિવસે સૂચવેલ વિવિધ કાર્યક્રમોના જજ તરીકે કેન્દ્રિયા વિદ્યાલય ઓએનજીસી હઝિરાના વરિષ્ઠ શિક્ષક શ્રીમતી દશા ગુપ્તા હતા. આ પ્રસંગે, હઝિરાના ઓઓએમએસના સભ્યો દ્વારા વિવિધ પ્રોગ્રામ  પ્રદર્શનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સાંજની રસપ્રદ રજૂઆત ‘ટીજ ક્વીન કોમ્પિટિશન’ હતી, જેમાં સભ્યોએ  સ્પર્ધકોના રૂપમાં ભાગ લીધો હતો. પ્રસંગને અનુરૂપ ઉત્તમ અને સુશોભન પોશાકો અને સોલ શણગારમાં દેખાયા હતા. આ પ્રસંગે ઓઓપીએમએસ હઝિરા પરિવારના બાળકોએ પણ સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધન જેવા વિષયો પર ઉત્સાહી પ્રદર્શન કર્યું હતું.ઓઓએમએસ હઝિરાના તમામ સભ્યો અને સમિતિના સભ્યોએ અને ઓ એન જી સી ના એચ આર વિભાગ ના સભ્યોએ પ્રોગ્રામને સફળ બનાવવામાં વિશેષ ભૂમિકા ભજવી હતી.

 

About the author

krishnanewsnetwork

Leave a Comment