જાણીતી ટીવી સીરિયલ “તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા”ના જાણીતા કલાકાર બાઘા (તન્મય વેકરીયા) અને new બાવરી ( નવીના વાડેકર)એ ૭૮માં સ્વાતંત્ર્ય પર્વ ૧૫ ઓગષ્ટના દિને નારગોલ ગામે આવ્યા હતા. અચાનક અને ટૂંક ક્ષણો માટે સરપંચ સ્વીટી ભંડારી અને પરિવાર સાથે મુલાકાત કરી હતી. નારગોલ ગામના સરદારચોકની મુલાકાત લઇ તેઓ મુંબઈ જવા રવાના થયા હતા. તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના જાણીતા કલાકારોની નારગોલ મુલાકાત અતિ મહત્વની જણાઈ રહી છે. નારગોલ ગામ ટીવી સિરિયલો અને પ્રી વેડિંગ શૂટિંગ માટે પસંદગીનો સ્થાન સાબિત થતું રહ્યુ છે. જોકે આ બાબતે નારગોલ ગામના સરપંચ સ્વીટી ભંડારીએ જણાવ્યું હતું કે, તેમની મુલાકાત એક સામાન્ય મુલાકાત હતી. આગામી દિવસોમાં તેઓ ફરી નારગોલ ગામે પધારશે તેમ જણાવ્યું હતું.

