દુબઇ (UAE) જેકોબ ગાર્ડન ખાતે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 870 મી રામકથા મા આજે રામકથા ના પ્રધાન ઉત્સવ રામજન્મ ઉત્સવ ની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી. આજ ના રામજન્મ ના મનોરથી રમણભાઈ રાઘવાની અને એમના પરિવાર દ્વારા તેમજ દૈનિક યજમાન પ્રીતિબેન જીગ્નેશકુમાર જોષી (સુપ્રીમ કોર્ટ એડવોકેટ) અને એમના પરિવાર દ્વારા પોથી તેમજ વ્યાસ પૂજન કરવામાં આવ્યું હતુ.કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ વ્યાસપીઠ પરથી કહ્યું હતુ કે “રામનામ થી જ વિશ્વ ને આરામ છે”,સાથે શિવચરિત્ર ની પણ કથા કરવામાં આવી હતી. ભગવાન રામચંદ્ર ના પ્રાગટ્ય ના મુખ્ય પાંચ કારણો ની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આજે કથા મા રાજેશ કુમાર અમ્રતલાલ ભીકા, અયન રાજેશકુમાર ભીકા, ડૉ. દર્શન જોષી (અમદાવાદ) પધાર્યા હતા જેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. મોટી સંખ્યા મા ઉપસ્થિત શ્રોતાજનો ભગવાન ના નામ સ્મરણ મા અને કીર્તન મા મદમસ્ત બન્યા હતા.આચાર્ય ભાવેશભાઈ જોષી દ્વારા પૂજન અર્ચન કરાવવા મા આવ્યું હતુ. જાંબુ બ્રહ્મસમાજ ના કથાકાર વિનયભાઈ નાયક દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતુ.આવતી કાલે કથા મા સીતારામ વિવાહ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવશે જેની તૈયારીઓ જયસીયારામ સેવા પરિવાર દ્વારા થઇ રહી છે.

