જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ,આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ(અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સ(ગુજરાતી માધ્યમ),સુટેક્ષ કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ,અમરોલીમાં એનસીસી ઓરિએન્ટેશન પ્રોગ્રામ તા.૧૯-૦૭-૨૦૨૪ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે અમરોલી પોલીસ સ્ટેશનના સ્ટાફ ચંદુ કુમાર, નાયક રોશન હાજર રહી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કર્યા હતા. એનસીસી ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં કુલ ૧૬૭ વિદ્યાર્થીની (બહેનો) હાજરી રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્ય ડો. મુકેશ આર. ગોયાણી ના માર્ગદર્શન હેઠળ એનસીસી- સીટીઓ ડો. અનિલા પિલ્લાઈ તેમજ ડો.પ્રદીપકુમાર લેંકા , કોલેજ ના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે રાષ્ટ્રગીત થી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

