ગુજરાત ભીલાડ અને સંઘ પ્રદેશ સેલવાસની બોર્ડર પર આવેલા નરોલી ચેકપોસ્ટ નજીક આવેલી અને દાયકાઓ જૂની પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટમાં પાર્ટી કરવા આવેલા સંજાણના યુવા ગ્રાહક અને બારના વેઈટર વચ્ચે તકરાર ઊભી થઈ ની ઘટના મારા મારીમાં પરિવર્તિત થતાં એક યુવકનો જીવ લેવાયો.
સૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ સંઘ પ્રદેશના નરોલી ચેકપોસ્ટ પાસે આવેલી પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ગત રાત્રેએ ઉમરગામ તાલુકાના સંજાણમાં રહેતા 5 મિત્રો રાત્રે આશરે સાડા નવ વાગ્યે પુષ્પક બારમાં ગયા હતા.અને બાર રેસ્ટોરન્ટના વેઇટરે તેમને જણાવ્યું હતું કે,૧૦:૩૦ વાગ્યા પછી જમવાનું મળશે નહીં.ડ્રીંક સાથે તમે જમવાનો ઓર્ડર આપી દેવા કહ્યું હતું.૫ મિત્રોમાંથી ૩ મિત્રો બીયર પીતા હોય તેઓએ બીયર મંગાવી હતી.જેથી જમવામા થોડું મોડું થતા રેસ્ટોરન્ટના વેઇટરે તેમને ટકોર કરી હતું કે,હોટેલ બંધ કરવાનો સમય થઈ ગયો છે.અડધો કલાકમાં જમી લો.વધુ સમય થવાથી વેઇટરે એમની જોડે જીભાજોડી કરી યુવકોને અપશબ્દ બોલી જલ્દીથી જમી પુષ્પક બારથી જવા જણાવ્યું હતું.જમવા આવેલ મિત્રો માંથી એક એ વેઇટરને કહ્યું હતું કે, થોડાજ સમયમાં જમી લઈ જતા રહીશું.જેથી આ સાંભળતાની સાથે વેઈટર ઉશ્કેરાઈ જઈ ક્રૂતાપૂર્વક એક મિત્ર ઉપર ખુરસી વડે હુમલો કરી એક ઝાપટ મારી દીદી હતી.અને પુષ્પક બારના ઘણા વેઇટરો એકઠા થઈ સંજાણના યુવકો ઉપર તૂટી પડ્યા હતા.વેઇટર દ્વારા થયેલા અચાનક હુમલાથી હેતબાઇ જઈ મિત્રો આમતેમ ભાગવા જતા જેમાંથી એક મિત્ર સૂરજ ધોડીને વેઇટરે માથા ઉપર બિયરની બોટલ મારી દીધી હતી. ભાગવા જતા બીજા એક મિત્રને નાકના ભાગમાં અને કમરમાં લાત મારી હતી.સંદીપ ધોડીને ફૂટેલી બિયર વડે પેટમાં માર મારતા લોહી લુહાણ હોટલની બહાર લાવ્યા હતો.જે ફૂટેલી બોટલ વળે પેટના લગભગ ભાગમાં ઘા મારી ગંભીર ઇજા પામતા યુવાન સંદીપ ઈશ્વર ધોડીનું કરુણ મોત નિપજ્યું હતું.જે ઘટનાની જાણ મિત્રો દ્વારા પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી.પુષ્પક બારના સ્ટાફ અને વેઈટરોને ઉપરોક્ત બનેલી ઘટનાની પૂછપરછ માટે પોલીસ મથકે લઈ ગઈ હતી.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં આ ઘટનામાં કેટલા આરોપી સામેલ હતાની પોલીસે વધુ સાચી તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સંઘ પ્રદેશના દાદરા નગર હવેલી અને દમણમાં આવી ઘટનાઓ છાશવારે બનતી હોય છે. એમાં પણ દાયકાઓ જૂની આ પુષ્પક બારમાં અનેકો વાર વેઈટરો દ્વારા આવી ઘટના બનતી આવી છે.પુષ્પક બારના વેઈટરો બેખોફ બની ગ્રાહકોને મેથી પાક આપવામાં માહિર બનતા અનેક લોકો આવી ઘટનાનો ભોગ બનતા આવ્યા છે.અને જોવા જેવું એ રહ્યો કે એમાંથી એક પણ કેસ પોલીસ મથકે નહિ હોય?અનેક વાર બનેલી ઉપરોક્ત મારામારીની ઘટનામાં પહેલીવાર એક યુવાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો.ત્યારે પ્રશાસન ઉપરોક્ત ઘટનામાં ગંભીર બની હોટલોના માલિક દ્વારા વેઇટરોને અપાયેલી ખુલ્લી છૂટ ઉપર સુશાસન લાવે તો કદાચ વધુ એક યુવક આવી ઘટનાનો ભોગ બનતો અટકશે…

