નવયુગ કોમર્સ કોલેજમાં તારીખ 6/7/2024 ના રોજ પ્રથમ વર્ષ બીકોમ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે orientation કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ કોલેજ અને યુનિવર્સિટી ના શૈક્ષણિક માળખા સાથે પરિચિત થાય તે માટે orientation કાર્યક્રમ ખૂબ જરૂરી હોય છે. કોલેજના આચાર્ય ડો. વિનોદ એન. પટેલ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ બાબતો વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. કોલેજના નિયમો, યુનિવર્સિટીના નિયમો તેમજ સમગ્ર ત્રણ વર્ષ દરમિયાન તેમણે કઈ કઈ બાબતોની કાળજી કરવી જેથી વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસક્રમ સરળતાપૂર્વક પૂર્ણ કરી શકે તે બાબતો ઉપર આચાર્યશ્રીએ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને તમામ સ્ટાફ સભ્યો સાથે પરિચય કરાવેલ હતો.
કોલેજના એકાઉન્ટન્સી વિભાગના અધ્યક્ષ ડો. બ્રિજેશ એસ. પટેલ દ્વારા વિદ્યાર્થીઓને આંતરિક પરીક્ષા, યુનિવર્સિટી પરીક્ષા, અસાઇમેન્ટ, હાજરી વગેરેનું મહત્વ અને તેના માર્ક વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાધ્યાપીકા ડો. નયનાબેન સુરેજા દ્વારા કોલેજોમાં થતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવેલ હતા. પ્રાધ્યાપક ડો. રૂપેશ દવે દ્વારા વિદ્યાર્થીઓને NSS વિભાગ વિશેની કામગીરી, વિદ્યાર્થીઓ NSS માં કઈ રીતે જોડાઈ શકે તે વિશે માહિતી આપવામાં આવી હતી. પ્રાધ્યાપક ડો. મેહુલ શાહ દ્વારા વિદ્યાર્થીઓને કોલેજમાં ચલાવતા વિવિધ સર્ટિફિકેટ કોર્સ,પ્લેસમેન્ટ વિભાગ તેમજ રિસર્ચ સેન્ટર વિશેની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આભાર વિધિ તેમજ ઉદ્ગોશક તરીકેની કામગીરી અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડો. બિંદુ શાહ દ્વારા કરવામાં આવી હતી. કોલેજના આચાર્ય ડો. વિનોદ એન. પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમના આયોજન માટે કોલેજની orientation કમિટી ડો. મેહુલ શાહ તેમજ ડો. અનિલ મૈસુરિયા એ આ અંગેનો કાર્યભાર સંભાળેલ હતો.

