રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટ દ્વારા 2023-24 ના પુરા વર્ષ દરમિયાન પ્રેસીડન્ટ રો વિજયભાઈ માંગુકિયા અને સેક્રેટરી રો કલ્પેશ બલર ની લીડરશીપ અને અન્ય પાસ્ટ પ્રેસીડન્ટ ના માર્ગદર્શન હેઠળ પુરા વર્ષ દરમિયાન અનેકવિધ અલગ -અલગ સેવાકીય કાર્યો,સમાજ ઉપયોગી કાર્યો તેમજ ક્લબ ના ફેમિલી મેમ્બર માટે એન્જોય માટે ના કાર્યક્રમો કરવામાં આવ્યા. રોટરી સુરત ઇસ્ટ ના સેવાકીય તેમજ સમાજ ઉપયોગી કરેલ કાર્યો ને ડીસ્ટ્રીક 306 દ્વારા 30 કરતા પણ વધારે એવોર્ડ આપી બિરદાવવા મા આવ્યા. જે અમારા માટે ગર્વ ની વાત છે.રોટરી સુરત ઇસ્ટ ની આવી વિશાળ સફળતા પાછળ રોટરી ટીમ તથા અન્ય મેમ્બર નૉ પુરે પૂરો સિંહ ફાળો રહ્યો છે.તે બદલ સાથ સહકાર આપનાર દરેક મેમ્બર ને ક્લબ વતી કૃતજ્ઞતા વ્યકત કરવાં માટે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા.રોટરી સુરત ઇસ્ટ વર્ષ 2024-25 મા प्रतिष्ठापन 26 અંતર્ગત રો પ્રફુલભાઇ ચોડવડિયા તેમજ રો નિતેશ વાગડીયા ના શપથગ્રહણ સમારોહ દ્વારા પ્રેસીડન્ટ – સેક્રેટરી ની નિમણૂક કરવામાં આવી.જેમાં પ્રેસીડન્ટ રો પ્રફુલભાઇ ચોડવડિયા તેમજ સેક્રેટરી રો નિતેશ વાગડીયા ના પુરા વર્ષ દરમિયાન નિષ્ઠા પૂર્વક ની કામગીરી ના ગોલ સાથે ના ડીસ્ટ્રીક 3060 ના પાસ્ટ ગવર્નર રો નિહિરભાઈ દવે દ્વારા સપત લેવામાં આવ્યા.પ્રેસિડેન્ટ રો પ્રફુલભાઇ દ્વારા શરૂ થનાર પુરા વર્ષ દરમિયાન ની કામગીરી ની પૂર્વ તૈયારી રૂપે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યુ.આ પ્રોગ્રામ મા રોટરી ડીસ્ટ્રીક 3060 ના ગવર્નર રો નિહિરભાઈ દવે તેમજ ફસ્ટ લેડી રો વૈશાલીબેન દવે હાજર રહ્યા હતા. સમગ્ર પ્રોગ્રામ નુ આયોજન પ્રેસીડન્ટ રો વિજયભાઈ માંગુકિયા તથા રો પ્રફુલભાઇ ચોડવડિયા તેમજ સેક્રેટરી રો કલ્પેશ બલર તથા રો નિતેશ વાગડીયા ના માર્ગદર્શન હેઠળ મંથ લીડર રો પરેશ વઘાસીયા તથા પ્રોજેક્ટ ચેરમેન રો કિરીટ વાંકડી,રો અલ્પેશ બાબરીયા તથા રો કુંતેશ રાદડિયા અને ટીમ રોટરી દ્વારા કરવામાં આવ્યુ હતું.

