ખેરગામ ના જગદંબા ધામ મા કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની પ્રેરણા થી ચાલી રહેલા અષાઢી નવરાત્રી અનુસ્ઠાન મા આજે છઠ્ઠા દિવસ નો નવચંડી યજ્ઞ વલસાડ ના અમિતભાઇ મિશ્રા ના યજમાન પદે સંપન્ન થયો હતો.સાથે શ્રી સૂક્તમ અનુસ્ઠાન મા અલ્કાબેન પરમાર સુરત, હંસાબેન મોરા વાળા પ્રવીણભાઈ પટેલ વશીયર, બચુભાઈ પટેલ ભૈરવી, આર.બી. ગોડ વલસાડ,વિનોદભાઈ ગુપ્તા બીલીમોરા જોડાયા હતા કિશન દવે, અંકુર શુક્લ, અને હિતેશ દવે એ મન્ત્ર ઉચ્ચાર કર્યા હતા. દેવીભાગવત કથા મા માતાજી ના ઉત્તમ ચરિત્ર નો આરંભ કરતા પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે “અગણિત ગીનાત અંબા ને વેદ પણ નેતી જ઼ કહે છે જેનો આદિ, મધ્ય અને અંત નથી એનું નામ અંબા છે,માઁ નું સ્મરણ કરનાર ના જીવનમાં રોગ, ભય, અને શત્રુ નો નાશ થાય છે”,આર.બી.ગોડ મનુભાઈ રૂપાભવાની અને બિપીનભાઈ પટેલ દ્વારા કીર્તન કરવામાં આવ્યુ હતું.108 દીવડાની મહા આરતી સાથે મહા પ્રસાદ આપવામાં આવ્યો હતો. શનિવારે કથામાં મહાકાળી પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવશે જેની તૈયારીઓ થઇ રહી છે.

