Gujarati

ખેરગામ મા અષાઢી નવરાત્રી, દેવી ભાગવત કથા અને શ્રી સૂક્તમ અનુસ્ઠાન નો આરંભ થયો 

નવસારી જિલ્લા ના ખેરગામ ગામે જગદમ્બા ધામ મા કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની પ્રેરણા થી અષાઢી નવરાત્રી, દેવી ભગવત કથા અને શ્રી સૂક્તમ અનુષ્ઠન નો મંગલ પ્રારંભ થયો હતો ગુજરાત રાધેશ્યામ પરિવાર ના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા ઉપ પ્રમુખ અશોકભાઈ ગજેરા ના મુખ્ય યજમાન પદે નવ ચંડી યજ્ઞ સંપન્ન થયો હતો જેમાં હરેશભાઇ પરમાર ઉનાઈ જોડાયા હતા. જેમના વરદ હસ્તે કથા નુ દીપ પ્રાગટ્ય થયું એ દેવનારાયણ ગૌ ધામ મોતા ના પૂજ્ય તારાચંદ બાપુ તરફથી 108 ગરીબ બેહનો ને સાડી વિતરણ કરાઈ હતી.આ પ્રસંગે બિપીનભાઈ પટેલ ભેરવી, કિશોરસિંહજી રાજપુરોહિત,સમસ્ત બાપાસીતારામ પરિવાર આહવા આંબાપાડા ભારતીબેન ગાયકવાડ, આર એસ જૂનજુનવાલા સ્કૂલ ડુંગરા વાપી ના વિનયભાઈ વાડીવાલા,ખેરગામ તાલુકા પંચાયત ઉપ પ્રમુખ લીનાબેન અમદાવાદી, અમ્રતભાઈ પટેલ શિવ શક્તિ ઉપસ્થિત રહ્યા હતા સાથે દેવી ભગવત કથા નું મઁગલા ચરણ કરતા પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે “જીવ માયા ને આધીન છે, માયા ઈશ્વર ને આધીન છે પણ એ ઈશ્વર મહા માયા જગદંબા ને આધીન છે અખિલ બ્રહ્માંડ ની અધિષ્ઠાત્રી અંબા છે”. ઉપસ્થિત વિશાળ સંખ્યા મા ભાવિકો માતાજી ના નામ સ્મરણ મા મદમસ્ત થયાં હતા.કથાકાર પ્રફુલભાઇ શુક્લ દ્વારા 108 દીવાની ની માતાજી ની મહાઆરતી ઉતારવા મા આવી હતી. દરરોજ સવારે 8 થી 10:30 નવચંડી યજ્ઞ થઇ રહ્યો છે તેમજ દેવીભાગવત કથા અને મહાઆરતી થઇ રહી છે. કથાકાર પ્રફુલભાઇ શુક્લ દ્વારા છેલ્લા 50 વર્ષ થી માતાજી ના નવરાત્રી na અનુષ્ઠાન થઇ રહ્યા છે એમાં સૌ પ્રથમ વખત શ્રી સૂક્તમ અનુષ્ઠાન શ્રી યંત્ર સાથે થઇ રહ્યું છે. ભાવિક ભક્તો ને કથા તેમજ યજ્ઞ મા પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવવા મા આવ્યું હતુ.

About the author

krishnanewsnetwork

Leave a Comment