આર.કે.દેસાઈ કોલેજ ઓફ સાયન્સ કોલેજ અંતર્ગત M.Sc સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓ 2023-24માં VNSGU દ્વારા લેવાયેલ પરીક્ષામાં જાહેર થયેલ પરિણામમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરી કોલેજના M.Sc ( Chemistry) કોર્સમાં ટોપર બની કોલેજનું ગૌરવ વધાર્યું છે એવા પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થી જેમાં ચિંતન પટેલ (8.00 SGPA) દ્વિતીય ક્રમે બે વિધાર્થીઓ છે જેમાં મહેક બારીયા (7.67 SGPA)અને રિયા પંથકી (7.67 SGPA) આ જ્વલંત સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તેમજ ઇન્ચાર્જ આચાર્ય પ્રો.સુરભી ચૌધરીએ શુભેચ્છા પાઠવી હતી. તેમજ સર્વ પ્રાધ્યાપકોએ પણ આનંદ વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતાં.

