પીએમ મોદી પર ટિપ્પણીને કેશવભાઈ બટાકે ૧૪૦ કરોડ ભારતીયોના અપમાન ગણાવ્યુંલ
ક્ષદ્વીપના ટૂરિજ્મ સહિત ઓવરઑલ ડેવલપમેન્ટના પ્રયાસો માટે એનઆરઆઈ ગ્રુપના કન્વીનર કેશવભાઈ બટાકે પીએમ મોદી અને પ્રશાસક પ્રફુલ પટેલના કર્યો વખાણ
લંડન: દમણવતની અને યુનાઈટેડ કિંગડમમાં ભારતીય હિતોને બુલંદ કરનાર કેશવભાઈ બટાકે પીએમ મોદી વિશે માલદીવના ત્રણ મંત્રિયોની અશોભનીય ટિપ્પણી પર માલદીવની ઝાટકણી કાઢી છે. યુનાઇટેડ કિંગડમના પ્રભાવશાળી બિનનિવાસી ભારતીયોના સંગઠનોમાંથી એક એનઆરઆઈ ગ્રુપ લંડન યૂકેના કન્વીનર કેશવભાઈ બટાકે સેન્ટ્રલ લંડનથી જારી કરેલા પ્રેસ બયાનમાં કહ્યું કે “ત્રણેય મંત્રીઓની હકાલપટ્ટી કાફી નથી. માલદીવ સરકારને ભારતીયોથી માફી માંગવી જોઈએ.” ભારતપુત્ર કેશવભાઈ બટાકે આગળ કહ્યું ” માલદીવની આ હરકત બર્દાશ્ત નથી. ભારતીયો! માલદીવને જકારો આપવવો જરૂરી છે. માલદીવ ફરવા જવાનો કાયમ માટે બંધ કરો. હવે આપણા નવા ટૂરિસ્ટ ડેસ્ટિનેશન લક્ષદ્વીપ રાખીએ. પીએમ મોદીજી પોતે લક્ષદ્વીપના કુદરતી સૌંદર્ય અને ટૂરિજ્મ સ્પૉટના વખાણ કર્યુ છે. લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલજી પોતે રસ લઈ લક્ષદ્વીપને ભારતના ફેવરિટ ટૂરિસ્ટ ડિસ્ટિનેશન બનાવવા પ્રયત્નશીલ છે. હમણાં ઇઝરાયલ ભારત સાથે મળીને લક્ષદ્વીપમાં ડિસિલિનેશન પ્લાંટ લગાવી દરિયાઈ પાણીને પીવા યોગ્ય બનાવવાનો મિશન પર કામ શરૂ કરી રહ્યો છે. પ્રશાસક પ્રફુલ પટેલજીએ પણ ગઈકાલે નેશનલ મીડિયા સાથે વાતચીતમાં લક્ષદ્વીપમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથે ટૂરિજ્મ ડેવલપમેન્ટથી લગતી બધી સુવિધાઓ વિકસાવવાની વાત કહી છે. પીએમ મોદીજી ગયા અઠવાડિયે લક્ષદ્વીપ વિઝિટમાં ૧૧૫૦ કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યા છે. હવે લક્ષદ્વીપ બધી રીતે સુવિધાસંપન્ન બની નવા ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનવા જઈ રહ્યા છે. હવેથી ભારતીયોને માલદીવને કાયમી બાયકટ કરી દેશી ટૂરિસ્ટ પ્લેસો અને લક્ષદ્વીપમાં ફરવા જઈને ભારતીયતાને બુલંદ કરવાનું છે.
” ભારતના સાથ છોડનાર માલદીવ જેવા ચાઇનાના પિટ્ઠૂ દેશોને બહુ પસ્તાવો પડશે” : ભારતબંધુ કેશવ બટક
ભારતબંધુ કેશવભાઈ બટાકે કહ્યું કે ભારત વિશ્વગુરૂ બની રહ્યા છે. માલદીવ જેનું એજયુકેશન, હેલ્થ, ટૂરિજ્મ, ઇકોનોમી જેવી ધણી વધી જરૂરીયાતો ભારત પર નિર્ભર છે, એવા દેશ ભારતના સાથ છોડીને એક દિવસ બહુ પસ્તાવાનો છે. નેપાલ, પાકિસ્તાન જેવા દેશો ચાઇનાના ખોણે બેસવાનો અંજામ ભોગવી રહ્યા છે. હવે વારો માલદીવને જણાતો છે. ભારતબંધુ કેશવભાઈ બટાકે પ્રેસ વિજ્ઞપ્તિમાં કહ્યું કે ભારતને માલદીવ જેવા દેશોની કઈ પડી નથી. ભારત કો કોઈ ફરક નહીં પડને વાલા. વિચારવાનો એવા દેશોને છે, જે ભાવી વર્લ્ડ લીડર ભારતના સાથ છોડી રહ્યા છે.

