“યજ્ઞ થી જીવન મા તેજ આવે છે” ઉપરોક્ત શબ્દો આજે કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ પૂર્વ સાંસદ સ્વ. ડાહ્યાભાઈ પટેલ ના સ્મરણાર્થે દમણ ખાતે ચાલી રહેલ ભાગવત કથા ના અનુસંધાને મુખ્ય યજમાન જીગ્નેશભાઈ ડાહ્યાભાઈ પટેલ ના નિવાસે ચાલી રહેલા ભાગવત દશાંશ યજ્ઞ ની અંદર ઉંચાર્યા હતા.મોટી સંખ્યા મા ભાવિક ભક્તો યજ્ઞ મા જોડાયા હતા. યજ્ઞ નુ મહત્વ સમજાવતા કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતુ કે “યજ્ઞ એ ભારતીય સંસ્કૃતિ ની પરંપરા છે”, યજ્ઞ થી વરસાદ આવે છે અને વરસાદ થી ધાન્ય પાકે છે,”અર્પિત, તર્પિત અને સમર્પિત આ ત્રણેય ભાવ ભારતીય યજ્ઞ સંસ્કૃતિ મા સમયેલા છે”, જે ઘર મા યજ્ઞ નથી થતા પિતૃઓ ના સ્મરણ તેમજ તર્પણ નથી થતા એ ઘર ઘર નથી પણ સ્મશાન છે. મુખ્ય યજમાન જીગ્નેશભાઈ ડાહ્યાભાઈ પટેલ, હેતાક્ષીબેન જીગ્નેશભાઈ પટેલ(સરપંચ શ્રી ઘેલવાડ), ચંચળબેન ડાહ્યાભાઈ પટેલ, જાગૃતિબેન ડાહ્યાભાઈ પટેલ ના યજમાન પદે આચાર્ય ચેતનભાઈ જોષી (ભીમપોર), કિશન દવે તેમજ વિપ્ર વૃંદ દ્રારા રાષ્ટ્ર્ર સૂક્તમ નો પાઠ કરવામા આવ્યો હતો.આજે યજ્ઞ મા મહેશભાઈ પટેલ, જાસ્મીન મહેશભાઈ પટેલ,જગનભાઈ કે. પટેલ,અશોકભાઈ પી. પટેલ,ભાવિનીબેન એ. પટેલ, સંજયભાઈ પટેલ ,અમરતભાઈ પટેલ (દાભેલ),અશોકભાઈ એમ. પટેલ,નવીનભાઈ પંડ્યા (પારડી),મિશાલ જી. પટેલ,અશ્વિના એમ પટેલ, રીમાબેન એમ. પટેલ, ઝંખનાબેન પટેલ,રિકેન પટેલ ઉપસ્થિત રહી ને યજ્ઞ મા આહુતિ આપી હતી. આવતી કાલે કથા મા ભાગવત કથા ના પ્રધાન ઉત્સવ કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામા આવશે જેની તૈયારીઓ આયોજકો દ્રારા થઇ રહી છે.

